ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાઇબર ક્રાઇમ સામે અસરકારક રીતે લડવા માટે રણનીતિની આવશ્યકતા

વિશ્વ વ્યાપી જાળ (વર્લ્ડ વાઇડ વેબ) તેમની પ્રવૃત્તિના ક્ષેત્ર તરીકે છે અને સ્માર્ટ ફૉન શોષણના તેમના સાધન તરીકે છે તેવા સાઇબર અપરાધીઓ શિકારની શોધમાં ચૂપચાપ ફરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદને આપેલી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૯માં દેશમાં ચાર લાખ સાઇબર હુમલાઓ થઈ ચૂક્યા છે. તે પછીના વર્ષે ફાટી નીકળેલા કૉવિડ રોગચાળાના લીધે સાઇબર હુમલાઓની સંખ્યા ૧૧.૫ લાખે પહોંચી ગઈ છે. સૉફોસ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, દેશમાં ૫૨ ટકા સંગઠનો એક વર્ષના જ ટૂંકા સમયગાળા દરમિયાન સાઇબર હુમલાઓનો શિકાર બની ચૂક્યાં છે. વિશ્વભરમાં સાઇબર અપરાધના ૩૫ કરોડ લોકો શિકાર બન્યા છે, ત્યારે માત્ર ભારતમાં જ સાઇબર અપરાધના શિકારીઓની સંખ્યા ૧૩ કરોડે પહોંચે છે.

સાઇબર ક્રાઇમ
સાઇબર ક્રાઇમ

By

Published : Apr 21, 2021, 8:07 PM IST

હૈદરાબાદ (તેલંગણા) : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદને આપેલી માહિતી મુજબ, વર્ષ ૨૦૧૯માં દેશમાં ચાર લાખ સાઇબર હુમલાઓ થઈ ચૂક્યા છે. તે પછીના વર્ષે ફાટી નીકળેલા કૉવિડ રોગચાળાના લીધે સાઇબર હુમલાઓની સંખ્યા ૧૧.૫ લાખે પહોંચી ગઈ છે. સૉફોસ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, દેશમાં ૫૨ ટકા સંગઠનો એક વર્ષના જ ટૂંકા સમયગાળા દરમિયાન સાઇબર હુમલાઓનો શિકાર બની ચૂક્યાં છે. વિશ્વભરમાં સાઇબર અપરાધના ૩૫ કરોડ લોકો શિકાર બન્યા છે, ત્યારે માત્ર ભારતમાં જ સાઇબર અપરાધના શિકારીઓની સંખ્યા ૧૩ કરોડે પહોંચે છે.

ઑનલાઇન અપરાધો, ઑનલાઇન જુગાર અને લૉન ઍપની પહોંચ દેશમાં વધી રહી છે, પણ આવા કેસોમાં દોષી ઠરવાનો દર દુઃખદ રીતે ઘણો નીચો છે. પુરાવાના અભાવે સાઇબર છેતરપિંડીના ૫૦ ટકા કેસો પ્રાથમિક તપાસના સ્તરે જ બંધ કરી દેવામાં આવે છે. ગોવા જેવા રાજ્યોમાં તો ગત થોડાં વર્ષોમાં સાઇબર અપરાધના કેસોમાં દોષી ઠરવાનો એક પણ કેસ થયો નથી. આ સ્પષ્ટ રીતે બતાવે છે કે અપરાધીઓ કાયદાની પકડમાંથી સરકી જવામાં કેટલા કુશળ છે.

અપરાધીઓની ભળ મેળવવામાં તેમની વિવશતાને વ્યક્ત કરતા, સાઇબર પોલીસો ભારપૂર્વક કહે છે કે તેઓ એક કેસ ઉકેલે તે પહેલાં ૨૦થી ૩૦ કેસો તેમની સમક્ષ ઉભરાઈને આવે છે. અપરાધીની ભાળ મેળવ્યા અને તેને પકડ્યા પછી, અપરાધમાં સંકળાયેલી રકમની વસૂલી થતી નથી કારણકે નાણાં પહેલાં જ કોઈ અન્ય સ્થાને હસ્તાંતરિત થઈ ચૂક્યાં હોય છે, તેવો વિલાપ પોલીસો કરે છે.

ધિરાણની ઍપ અન્ય મોટી સમસ્યા છે જેને સંભાળવામાં રાજ્ય સરકારો ગોથાં ખાય છે. રાજ્યો આ ઍપની પ્રવૃત્તિ સંપૂર્ણ રીતે સંકેલવામાં સમર્થ નથી. આ ઍપ અનેક આત્મહત્યા માટે જવાબદાર છે. જ્યાં સુધી રાજ્ય અને કેન્દ્ર સરકાર સંકલનમાં રહીને કામ નહીં કરે તો સાઇબર અપરાધીઓને નાથવા શક્ય નહીં બને.

રોગચાળાના કારણે ઘરેથી કામ કરવું તે લોકપ્રિય પરંપરા બની રહી છે તેમ, અંગત માહિતીની ચોરી દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લુરુ અને ચેન્નાઈ જેવાં શહેરોમાં વધી રહી છે. હૈદરાબાદમાં થયેલા આવા એક બનાવમાં, નવમા ધોરણનો વિદ્યાર્થી મેડિકલ વિદ્યાર્થીના નામે અશ્લીલ સંદેશો મોકલવામાં સફળ રહ્યો હતો. સાચુકલા લાગતા ઇ-મેઇલ કે ટેલિફૉન દ્વારા છેતરપિંડીના (ફિશિંગ) અસંખ્ય બનાવો જેના દ્વારા ક્રેડિટ કાર્ડ સંબંધિત માહિતી ચોરી લેવાય છે. અપરાધીઓ લૉન અને ભેટો પ્રસ્તાવિત કરીને છેતરપિંડી દ્વારા તેમના પીડિતો માટે જાળ બિછાવે છે અને લલચાવે છે. સાચુકલા લાગતા ઇ-મેઇલ કે ટેલિફૉન દ્વારા છેતરપિંડી (ફિશિંગ) અને ઑનલાઇન સતામણી કરતા અપરાધીઓ માટે સજાની જોગવાઈ કરતા કાયદાઓ છે. જોકે આ કાયદાઓ કોઈ ઉપયોગના નથી જો તે સમયની અંદર અપરાધીઓને જેલના સળિયા પાછળ ધકેલી ન શકે. અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, રશિયા, બ્રાઝિલ અને અન્ય દેશો સાઇબર અપરાધને કાબૂમાં લેવા માટે સમયે-સમયે તેમની રણનીતિની ધાર તેજ કરતા રહ્યા છે. માત્ર એક વર્ષમાં રૂ. ૧.૨૫ લાખ કરોડ ગપચાવી જનાર સાઇબર અપરાધીઓ પ્રત્યે અધિકારીઓ શિથિલ કઈ રીતે રહી શકે?

આપણા દેશમાં, અન્યનો જીવ લેનાર વ્યક્તિને દેહાંત દંડ આપવામાં આવે છે, પરંતુ અનેકોનું જીવન બરબાદ કરનાર સાઇબર અપરાધીઓ પ્રત્યે શિથિલતા દાખવવામાં આવે છે. તેમને વધુ સક્ષમ બનાવવા માટે, કાયદાઓની સમીક્ષા કરાવી જોઈએ અને તેમને ફરીથી લખાવા જોઈએ.

બેંગ્લુરુ શહેરની પોલીસે એક એવી પ્રણાલિ સ્થાપિત કરી છે જે ટેલિફૉન સેવા -૧૧૨ પર અપરાધ નોંધાયાના માત્ર બે કલાકમાં છેતરપિંડી કરનારના ખાતામાંથી નાણાં પીડિતના ખાતામાં હસ્તાંતરિત કરી દે છે. આવી યોજનાઓ અન્ય રાજ્યમાં પણ વિસ્તારવી જોઈએ. આવા કેસોમાં કામ ચલાવવા ફાસ્ટ ટ્રેક કૉર્ટ સ્થાપીને સાઇબર અપરાધીઓને કડકમાં કડક સજા આપવી જોઈએ. સાઇબર અપરાધને નાથવામાં મદદ કરે તેવી ટૅક્નૉલૉજી અપનાવવામાં રાજ્ય અને કેન્દ્રએ સંકલનથી કામ કરવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details