નવી દિલ્હીઃકેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ અમેરિકન ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસના નિવેદનની નિંદા કરી હોવાનું સામે આવ્યું છે. જ્યોર્જ સોરોસએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અદાણી પર ટિપ્પણી કરી હતી. સ્મૃતિ ઈરાની જણાવ્યું કે "જે વ્યક્તિએ ઈંગ્લેન્ડ જેવા દેશમાં સ્થાપિત બેંકને નષ્ટ કરી હતી અને તેને નબળી કરી દીધી છે તે જ આપણને ભાષણો આપી રહ્યો છે"
જ્યોર્જ સોરોસ કોણ છે: જ્યોર્જ સોરોસ અમેરિકન બિઝનેસમેન છે. જેના પર સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો છે. જ્યોર્જ સોરોસના સૌથી વધારે સારા સંબધો અદાણી સાથે છે. તમને સવાલ થતો હશે કે કેમ સ્મૃતિ ઈરાનીએ જ્યોર્જ સોરોસ પર આરોપ કર્યો. થોડા દિવસ પહેલા જ્યોર્જ સોરોસે પીએમ મોદી પર અદાણી ગ્રુપની હેરાફેરીમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેનો વળતો જવાબ સ્મૃતિ ઈરાનીએ ભાજપ તરફથી આપયો છે. જ્યોર્જ સોરોસની મિલકત $8.5 બિલિયન છે. તેઓ ઓપન સોસાયટી ફાઉન્ડેશનના સ્થાપક છે.
આ પણ વાંચો BJP PARLIAMENTARY MEETING: PM મોદીએ બજેટની જોગવાઈઓને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું
શુ કહ્યું સ્મૃતિ ઈરાનીએ: ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જ્યોર્જ સોરોસને વળતો જવાબ આપતા કહ્યું કે જ્યોર્જ સોરોસએ જે નિવેદન આપ્યું છે તે સમજવાની જરૂર છે. તેઓ ભારતીય લોકશાહીને તોડી પાડવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. તેમના પસંદ કરેલા લોકો દેશમાં સરકાર ચલાવે જેના કારણે આવા નિવેદન આપી રહ્યા છે.
આ પણ વાંચો Delhi Mumbai Expressway : PM મોદી રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ સેક્શનનું ઉદ્ઘાટન કરશે
શુ બોલ્યા હતા જ્યોર્જ સોરોસ:મોદી અને ઉદ્યોગપતિ અદાણી વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ છે. તેમનું ભાગ્ય પણ એકબીજા સાથે જોડાયેલું છે. જ્યોર્જ સોરોસ એવા લોકોમાંથી એક છે જેઓ મોદી વિરુદ્ધ બોલી રહ્યા છે. સોરોસે પણ કાશ્મીરને લઈને ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે. તમને જણાવી દઇએ કે જ્યોર્જ એ લોકોમાં સામેલ છે જેઓ ભારતના વધતા દરજ્જાની ઈર્ષ્યા કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યોર્જ ભારતની સતત આર્થિક પ્રગતિને પચાવી શકતા નથી. કેમ કે દરેક દેશના લોકોને ખબર છે કે ભારત સતત આગળ વધી રહ્યું છે. જેના કારણે અવાર-નવાર ભારત પર આક્ષેપો કરવામાં આવે છે.