અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં 6ઠ્ઠી ઓલ ઈન્ડિયા જેલ ડ્યુટી મીટની(6th All India Jail Duty Meet) શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) પણ કાર્યક્રમમાં હાજર હતા.આ દરમિયાન તેમણે ત્યાં હાજર લોકોને સંબોધિત પણ કર્યા હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, સમાજમાં જેલને જે રીતે જોવામાં આવે છે તે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. જેલમાં દરેક કેદી સ્વભાવે ગુનેગાર નથી હોતા, કેટલીકવાર કેટલીક ઘટનાઓ એવી બને છે કે, તેઓ વિવિધ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હોય છે અને તેમને સજા પણ થાય છે.
સજા જરૂરી:શાહે જણાવ્યું હતું કે,સજાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો સજા નહીં હોય તો કોઈ ડર રહેશે નહીં. જો ડર નહીં હોય તો કોઈ શિસ્ત નહીં હોય. સમાજને કાર્યરત રાખવા માટે તે જરૂરી પ્રક્રિયા છે. આ ઓલ ઈન્ડિયા જેલ ડ્યુટી મીટ 3 દિવસ સુધી ચાલશે, જ્યાં વિવિધ રમતોની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી 1,000થી વધુ ખેલાડીઓ અહીં આવ્યા છે.