કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી જનતાને આપી ભેટ, ભાજપ શાસિત 9 રાજ્યોમાં પેટ્રોલ સસ્તું
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. આપને જણાવી દઈએ કે, છેલ્લા 26 દિવસોમાં પેટ્રોલ 8.15 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે ઈંધણ પર એક્સાઈઝ ડ્યૂટી (Excise Duty Cut)માં ઘટાડો કરીને જનતાને ભેટ આપી છે. સરકારના આ નિર્ણય પછી પેટ્રોલ પર 5 રૂપિયા પ્રતિલિટર જ્યારે ડીઝલ પર 10 રૂપિયા પ્રતિલિટરનો ઘટાડો નોંધાયો છે.
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી જનતાને આપી ભેટ, ભાજપ શાસિત 9 રાજ્યોમાં પેટ્રોલ સસ્તું
By
Published : Nov 4, 2021, 11:25 AM IST
છેલ્લા 26 દિવસોમાં પેટ્રોલ 8.15 રૂપિયા મોંઘું થયું
કેન્દ્ર સરકારે ઈંધણ પર એક્સાઈસ ડ્યૂટી ઘટાડી જનતાને આપી ભેટ
કેન્દ્ર સરકારના નિર્ણય પછી પેટ્રોલ 5 અને ડીઝલ પ્રતિલિટર 10 રૂપિયા સસ્તું થયું
નવી દિલ્હીઃ પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ના મતે, રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 103.97 રૂપિયા પ્રતિલિટર અને મુંબઈમાં 109.98 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે દિલ્હીમાં ડીઝલ 86.67 રૂપિયા પ્રતિલિટર છે.
આ પણ વાંચો- ધનતેરસ પર સોના-ચાંદીના બજારમાં ફરી આવી તેજી, 7,500 કરોડ રૂપિયાનું થયું વેચાણ
મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (રૂ. પ્રતિલિટર)
શહેરનું નામ
પેટ્રોલ
ડીઝલ
અમદાવાદ
106.65
106.10
દિલ્હી
103.97
86.67
મુંબઈ
109.98
94.14
કોલકાતા
104.67
89.79
ચેન્નઈ
101.40
91.43
ઉત્તરપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ 12 રૂપિયા સસ્તું થયું
ચૂંટણી રાજ્ય ઉત્તરપ્રદેશમાં પેટ્રોલ પર કેન્દ્રએ 5 રૂપિયા ઘટાડ્યા છે. તો રાજ્ય સરકારે 7 રૂપિયા એટલે કે 12 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ રીતે ડીઝલ પર ઉત્તરપ્રદેશે 2 રૂપિયા ઘટાડ્યા છે. જ્યારે કેન્દ્ર 10 રૂપિયા ઘટાડી ચૂકી હતી. તેના પરિણામે ડીઝલ 12 રૂપિયા સસ્તું થયું છે. આનાથી સામાન્ય વ્યક્તિને શું ફરક પડશે. તેને કંઈક આ રીતે સમજીએ. ઉત્તરપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલ 12 રૂપિયા સસ્તું થયું.
ભાજપ શાસિત 9 રાજ્યોમાં સસ્તું થયું પેટ્રોલ
આસામ, ત્રિપુરા, મણિપૂરે પેટ્રોલ અને ડીઝલ પર સાત-સાત રૂપિયા ઘટાડ્યા છે, જેના કારણે પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું છે. ગુજરાત, કર્ણાટક, ગોવા પણ આ જ રસ્તે ચાલી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલ પર 7-7 રૂપિયાના ઘટાડાથી અહીં પણ પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તું થયું છે, પરંતુ ઉત્તરાખંડ સરકારે પેટ્રોલ પર 2 રૂપિયા વેટ ઘટાડ્યો, પરંતુ ડીઝલ પર કોઈ રાહત નથી આપી. જેના પરિણામે પેટ્રોલ 7 રૂપિયા સસ્તું થયું છે. તો ડીઝલ 10 રૂપિયા. બિહાર સરકારે પણ 1.30 પૈસા પેટ્રોલથી વેટ ઓછો કર્યો છે, જ્યારે ડીઝલથી 1 રૂપિયા 90 પૈસા.
26 દિવસમાં 8.15 રૂપિયા મોંઘું થઈ ચૂક્યું હતું પેટ્રોલ
સપ્ટેમ્બરના અંતિમ દિવસોથી જે પેટ્રોલની કિંમત વધવાની શરૂ થઈ હતી. તે હજી સુધી ચાલુ હતી. પેટ્રોલ 26 દિવસોમાં કુલ 8.15 રૂપિયા પ્રતિલિટર મોંઘું થઈ ચૂક્યું હતું. તો છેલ્લા 29 દિવસમાં ડીઝલના દરમાં 9.35 રૂપિયા પ્રતિલિટરનો વધારો થયો હતો.
SMS દ્વારા જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના ભાવ સમય-સમયે બદલાતા રહે છે. તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત માત્ર એક SMS દ્વારા જાણી શકો છો. આ માટે તમારે RSP અને તમારો સિટી કોડ એસએમએસમાં મોકલીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. આ બાદ, તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો દર તમારા મોબાઇલ પર આવશે. સિટી કોડ ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર ઉપલબ્ધ છે, જો તમે BPCL ના ગ્રાહક હોવ તો તમે RSP લખીને 9223112222 નંબર પર સંદેશ મોકલીને માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત, HPCL ના ગ્રાહકો (HP Price) લખીને અને 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.