- કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં દેશમાં 4 નવા એરપોર્ટના શિલાન્યાસ કરવાની તૈયારીમાં છે
- આ 4માંથી એક એરપોર્ટ જૂનાગઢના કેશોદમાં બનાવવામાં આવશે
- કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગે જાણકારી આપી
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટૂંક જ સમયમાં દેશમાં 4 નવા એરપોર્ટના શિલાન્યાસ કરવાની તૈયારીમાં છે. આ 4માંથી એક નવું એરપોર્ટ કેશોદનું છે. કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંગે જાણકારી આપી છે. તેમણે ગુરુવારે દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે 100 દિવસીય યોજનાની જાહેરાત કરી છે. આમાં નીતિગત ઉપાય અને એરપોર્ટના વિકાસની સાથે સાથે હેલિપોર્ટ પણ સામેલ છે.
આ પણ વાંચો-PM મોદી 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકા પ્રવાસે જાય તેવી શક્યતા, જો બાઇડેન સાથે કરશે મુલાકાત
આ યોજના 16 ક્ષેત્રો પર કેન્દ્રિત હશેઃ જ્યોતિરાદિત્ય સિંધિયા
કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન પ્રધાને કહ્યું હતું કે, આ યોજના 16 ક્ષેત્રો પર કેન્દ્રિત હશે. આમાંથી 8 નીતિથી અને 4 સુધારાઓ સાથે સંબંધિત છે. કેન્દ્રિય પ્રધાને પ્રેસ કોન્ફરન્સ સંબોધી કહ્યું હતું કે, અમે મંત્રાલય માટે 100 દિવસની યોજના બનાવી છે, જેના આધારે અમે હિતધારકો પ્રત્યે પારદર્શકતાની સાથે જવાબદારી રાખી શકીએ. આ 100 દિવસના લક્ષ્યમાં અમે 3 મુખ્ય લક્ષ્ય રાખ્યા છે, જેમાં પહેલું આંતરમાળખું, બીજું નીતિના લક્ષ્ય અને ત્રીજો લક્ષ્ય સુધાર છે.
આ પણ વાંચો-13માં બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન, ભારત અધ્યક્ષ
100 દિવસમાં 4 નવા એરપોર્ટના નિર્માણનું સરકારનું લક્ષ્યઃ જ્યોતિરાદિત્ય સિંધિયા
જુનાગઢ જિલ્લાના કેશોદમાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે.કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેશોદમાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉડાન યોજના અંતર્ગત આગામી 100 દિવસમાં ચાર નવા એરપોર્ટના નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે.જેમાં કેશોદની સાથે ઝારખંડના દેવધર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ તેમજ યુપીના કુશીનગર એરપોર્ટનો સમાવેશ છે.આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં ચાર અને ઉત્તરાખંડમાં બે નવા હેલિપેડ પણ બનાવવામાં આવશે.