ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દર્દી પાસે રહેઠાણ પ્રમાણપત્ર ન હોય તો પણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ - ઓક્સિજન સપ્લાય

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે કેન્દ્ર સરકાર હોસ્પિટલોમાં પ્રવેશ અંગે રાષ્ટ્રીય નીતિ ઘડશે જેનું પાલન બે અઠવાડિયામાં તમામ રાજ્ય સરકારો કરશે.

corona
કેન્દ્ર સકકાર બે અઠવાડિયામાં કોરોના દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવા ઘડે નીતિ : સુપ્રીમ કોર્ટ

By

Published : May 3, 2021, 10:06 AM IST

Updated : May 3, 2021, 10:24 AM IST

  • સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોરોના મહામારીને લઈને આપ્યા આદેશ
  • દેશમાં ઓક્સિજન સપ્લાય સુનિશ્ચિત કરવાના આદેશ
  • સારવાર માટે રહેઠાણ પ્રમાણપત્ર જરૂરી નહીં

દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને દેશમાં મેડિકલ ઓક્સિજનની સપ્લાય સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. સુપ્રીમ અદાલતે પોતાના આદેશમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારે, રાજ્ય સરકાર સાથે કામ કરી, કટોકટીના ઉપયોગ માટે ઓક્સિજનનો સલામત સ્ટોક તૈયાર કરવો જોઈએ અને ઇમરજન્સી સ્ટોક એક જગ્યાએ કરવાને બદલે અલગ-અલગ જગ્યાએ રાખવો જોઈએ.

રહેઠાણ પ્રમાણપત્ર નથી જરૂરી

આ સાથે સુપ્રીમ કોર્ટે કોવિડ દર્દીઓની ભરતીના કેસમાં મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે કોઈ કોવિડ દર્દી પાસે કોઈ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર ના હોય તો તેને હોસ્પિટલમાં દાખલ કરવા અથવા જરૂરી દવાઓ માટે ના પાડવામાં આવશે નહીં . કોર્ટે કેન્દ્રને 2 અઠવાડિયામાં હોસ્પિટલોમાં દાખલ કરવા રાષ્ટ્રીય નીતિ ઘડવા કહ્યું છે.

આ પણ વાંચો : FIRએ કોઈ ડિક્ષનરી નથી કે જે દરેક તથ્યો અને વિગતો જાહેર કરે : સુપ્રીમ કોર્ટ

રાષ્ટ્રીય નીતિ ઘડવાના આદેશ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "કેન્દ્ર સરકાર બે અઠવાડિયામાં હોસ્પિટલોમાં દાખલ થવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડશે, જેનું પાલન રાજ્ય સરકારની તમામ સરકાર કરશે. આ નીતિ ઘડ્યા ત્યાં સુધી કોઈ દર્દીને સ્થાનિક રહેવાસી પ્રમાણપત્ર ન હોવાના કારણે કેન્દ્ર સરકાર. કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં હોસ્પિટલમાં દાખલ થવા અથવા જરૂરી દવાઓ માટે ના નહી કહી શકાય "

ઓક્સિજન સપ્લાયમાં થતી અછતને સુધારવામાં આવે

આ સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે 3 મેની મધ્યરાત્રિએ અથવા તે પહેલાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરકારને મેડિકલ ઓક્સિજનની સપ્લાયમાં થતી અછતને સુધારવી પડશે.

Last Updated : May 3, 2021, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details