- આગામી વસ્તી ગણતરી મિશ્ર રીતે કરવામાં આવશે
- વસ્તી ગણતરી માટે પોર્ટલ વિકસાવવામાં આવી છે
- રાજકીય નેતાઓએ જાતિ આધારિત વસ્તી ગણતરીની અપીલ કરી
નવી દિલ્હી: COVID-19 રોગચાળાના ફાટી નીકળવાના કારણે વસ્તી ગણતરીની પ્રવૃત્તિઓ(census 2021 india ) સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકારે આ વાત સ્વીકારી લીધી છે કે બિહાર, મહારાષ્ટ્ર અને ઓડિશાએ આગામી વસ્તી ગણતરીમાં જાતિ મુજબના ડેટા એકત્ર કરવા વિનંતી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, ભારત સરકારે આઝાદી પછીની વસ્તી ગણતરીમાં SCઅને STસિવાય અન્ય જાતિઓની વસ્તીની ગણતરી કરી નથી.
વસ્તી ગણતરી પોર્ટલ વિકસિત કરવામાં આવી
ગૃહ મંત્રાલયે નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, 2021ની વસ્તી ગણતરી મિશ્ર(mixed 2021 census india) રીતે કરવામાં આવશે. જે ડેટા સંગ્રહ માટે એક મોબાઇલ એપ્લિકેશન(census application in india) અને વસ્તી ગણતરીની વિવિધ પ્રવૃત્તિઓના સંચાલન અને દેખરેખ માટે એક વસ્તી ગણતરી પોર્ટલ(census portal application) પહેલેથી જ વિકસિત કરવામાં આવી છે. 2021ની વસ્તી ગણતરી માટે સરકારનો ઇરાદો માર્ચ, 2019માં ભારતના ગેઝેટમાં સૂચિત કરવામાં આવ્યો હતો. આગામી વસ્તી ગણતરી પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે. માહિતી એકત્ર કરવા માટે એક મોબાઈલ એપ અને વસ્તી ગણતરી(Census application developed) સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓના સંચાલન અને દેખરેખ માટે એક વસ્તી ગણતરી પોર્ટલ વિકસાવવામાં આવી છે.
વસ્તી ગણતરીમાં દરેક વ્યક્તિના જવાબ અનુસાર નોંધવામાં આવશે