ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે ભાઇ-બહેનના સ્નેહનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, જાણો શુભ મુહૂર્ત

રક્ષાબંધનને શ્રાવણી અને સલોની પણ કહેવામાં આવે છે કારણ કે તે રાખી કે સાવન મહિનામાં આવે છે.  શ્રાવણ મહિનાની પૂર્ણિમામાં આવતો હિંદુ અને જૈન ધર્મનો મુખ્ય તહેવાર છે.રક્ષાબંધનનું પર્વ એટલે ભાઇ બહેનના અતૂટ પ્રેમનું બંધન. રક્ષાબંધનનો તહેવાર વર્ષોથી ઉજવવામાં આવે છે અને આજે પણ ભાઇબહેનનો આ તહેવાર એટલા જ પ્રેમથી ઉજવવામાં આવે છે. બહેન ભાઇના હાથે રાખડી બંધીને તેની રક્ષાની કામના કરે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.

રક્ષાબંધન
રક્ષાબંધન

By

Published : Aug 22, 2021, 7:29 AM IST

  • રક્ષાબંધનને શ્રાવણી અને સલોની પણ કહેવામાં આવે છે
  • બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષણનો દોરો બાંધે છે
  • હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ

ન્યૂઝ ડેસ્ક: રક્ષાબંધનનો શાબ્દિક અર્થ એ દોરો છે જે રક્ષણ આપે છે. આ તહેવારમાં, બહેનો તેમના ભાઈના કાંડા પર રક્ષણનો દોરો બાંધે છે અને બદલામાં ભાઈઓ તેમને જીવનભર રક્ષણ આપવાનું વચન આપે છે. રક્ષાબંધનને શ્રાવણી અને સલોની પણ કહેવામાં આવે છે કારણ કે તે રાખી કે સાવન મહિનામાં આવે છે. શ્રાવણ મહિનાની પૂર્ણિમામાં આવતો હિંદુ અને જૈન ધર્મનો મુખ્ય તહેવાર છે.રક્ષાબંધનનું પર્વ એટલે ભાઇ બહેનના અતૂટ પ્રેમનું બંધન. રક્ષાબંધનનો તહેવાર વર્ષોથી ઉજવવામાં આવે છે અને આજે પણ ભાઇબહેનનો આ તહેવાર એટલા જ પ્રેમથી ઉજવવામાં આવે છે. બહેન ભાઇના હાથે રાખડી બંધીને તેની રક્ષાની કામના કરે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.


બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે

આજે સમગ્રે વિશ્વમાં રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે .ભાઈ બહેનનો આ તહેવાર સુરક્ષાનું વચન લઈને આવે છે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં ભાઈ પોતાની પૂરી જિંદગી બેનની રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટેની પ્રાર્થના કરે છે કહેવાય છે કે એ એક દોરી જે રાખડી સ્વરૂપ છે તેનો સંબંધ અટુટ હોય છે.

આ પણ વાંચો : Tajmahal: 1.5 વર્ષ બાદ હવે પ્રવાસીઓ રાત્રે પણ તાજમહેલ જોઈ શકશે

શા માટે ઉજવાય છે રક્ષાબંધન

રક્ષાબંધનનો ઇતિહાસતો આપણને મહાભારત સમયથી જ જોવા મળે છે. ભગવાન શ્રીકૃષ્ણના કાકી શ્રુતદેવી એ શિશુપાલ નામના એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારના સમયમાં એવું માનવામાં આવતું હતું કે, જેના સ્પર્શથી બાળકનો દેખાવ બદલાય તેના દ્વારા જ તેનું મૃત્યુ નિશ્ચિત હશે. એક વખત શ્રીકૃષ્ણ તેમના કાકીના ઘરે આવ્યા હતા. જ્યારે તેમને શિશુપાલને હાથમાં લીધો ત્યારે તે બાળક સુંદર તેમજ તેજસ્વી બન્યું. શ્રુતદેવી આ બદલાવ જોઈને ખૂબ જ ખુશ થઈ પરંતુ તેનું મૃત્યુ શ્રીકૃષ્ણના હાથોથી થવાના કારણે તે ખૂબ જ ચિંતીતિ થઈ ગયા હતા.તેમણે ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રાર્થના કરી તે શિશુપાલની ભૂલો માફ કરે અને તેને શ્રીકૃષ્ણના હાથે સજા ના આપે. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને વચન આપ્યું કે, તે શિશુપાલની 100 ભૂલો માફ કરી આપશે પરંતુ તે જો 100 કરતાં વધારે ભૂલો કરશે તો તેને આવશ્યક હું સજા આપીશ.

આ પણ વાંચો : રામગઢના રાણી અવંતીબાઈ, એ રાણી જેને જીવતેજીવ અંગ્રેજો હાથ ન અડાડી શક્યાં

શિશુપાલે તેની 100 ભૂલોની સીમા પર કરી

શિશુપાલ મોટો થઈને રાજા બની ગયો તે એક રાજા હોવાની સાથે ભગવાન શ્રીકૃષ્ણનો સંબંધી પણ હતો.પરંતુ તે ખૂબ જ ક્રૂર રાજા હતો તેના રાજયના લોકોને ખૂબ જ પીડા તેમજ દુ:ખો આપવા લાગ્યો અને વારંવાર ભગવાન શ્રીક્રુષ્ણને ચૂનોતી આપવા લાગ્યો એક વખત તેને ભરી સભામાં ભગવાન શ્રીક્રુષ્ણની ટીકા કરી. ત્યારે જ શિશુપાલએ તેની 100 ભૂલોની સીમા પર કરી નાખી હતી તુરંત જ ભગવાન શ્રીક્રુષ્ણએ તેના સુદર્શન ચક્ર દ્વારા તેને તેની સજા આપી.

ભગવાન શ્રીક્રુષ્ણએ પોતાની બહેન દ્રોપદિની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું

પૌરાણિક કથા અનુસાર, રાજસૂય યજ્ઞ વખતે ભગવાન શ્રીકૃષ્ણને દ્વોપદીએ રક્ષા સ્વરૂપે પોતાના પાલવમાંથી કપડુ ફાડીને બાંધ્યું હતું, આ બાદથી જ રક્ષાબંધનની શરૂઆત થઇ હતી. ત્યારે ભગવાન શ્રીક્રુષ્ણએ દ્રોપદીને કહ્યું કે ધન્યવાદ બહેન તે મારા કષ્ટમાં મારો સાથ આપ્યો અને હું પણ તારા કષ્ટમાં તારો સાથ આપીશ અને તેમણે આ રીતે દ્રોપદિને વચન આપ્યું હતું. જ્યારે કૌરવે ભરી સભામાં દ્રોપદિના ચીરહરણ કર્યા ત્યારે ભગવાન શ્રીક્રુષ્ણએ પોતાની બહેન દ્રોપદિની રક્ષા કરી અને તેમનું વચન નિભાવ્યું હતું. આ રીતે રક્ષાબંધનની શરૂઆત થઈ હતી ત્યારથી જ બધી બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને આ પર્વ મનાવે છે.

આ રીતે ઉજવો રક્ષાબંધન
રક્ષાબંધંનના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ કપડા પહેરો. બાદમાં ઘરને સાફ કરી લો. પૂજાની થાળી તૈયાર કરો જેમાં કંકુ ચોખા દિવો અને પુષ્પ રાખો. ભાઇને સામે બેસાડીને તેના લલાટ પર તિલક કરો, ચોખા લગાવી આરતી ઉતારો અને રાખડી પર ચાંદલો કરીને ભાઇના કાંડે રાખડી બાંધી તેની રક્ષાની કામના કરો. રાખડી બાંધ્યા બાદ ભાઇનું મોઢુ મિઠાઇથી ગળ્યું કરાવો.

શુભ મુહૂર્ત

આજે સવારે 7.55 થી રક્ષાબંધનના વિવિધ મુહૂર્ત છે. જોકે, સાંજે 5.29 થી 07.05 દરમિયાન રાહુ કાળ છે અને ત્યારે રક્ષાબંધન નહીં કરવાની જ્યોતિષીઓની સલાહ છે. શ્રાવણી પૂર્ણિમા છે ત્યારે માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. જેના લીધે શ્રાવણી પૂનમને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. આજે મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે.

સવારે 7.54 થી 9.31 ચલ
સવારે 9.31 થી 11.07 લાભ
સવારે 11.07થી બપોરે 12.44 અમૃત
બપોરે 2.21થી 3.58 શુભ
સાંજે 7.11થી રાત્રે 8.34 શુભ
રાત્રે 8.34થી રાત્રે 9.58 અમૃત
રાત્રે 9.58થી રાત્રે 11.21 ચલ
(બપોરે 12.39 અભિજિત મુહૂર્ત)

ABOUT THE AUTHOR

...view details