- કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મોત
- આ ઘટનાને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી
- મૃતકોની ગરિમાનું સન્માન કરવા માટે પાયાવિહોણી અટકળો ટાળી શકાય
હૈદરાબાદ:કુન્નુર હેલિકોપ્ટર દુર્ઘટનામાં(Coonoor helicopter crash ) CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મોતથી લોકો આઘાતમાં છે. આ ઘટના બાદ આ ઘટનાને લઈને વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે. ઘણા લોકોએ રશિયન બનાવટના Mi-17V-5 મિડિયમ-લિફ્ટર હેલિકોપ્ટરની (Mi-17V-5 Medium-Lifter Helicopter )ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. આ સિવાય સુબ્રમણ્યમ સ્વામીએ (Subramaniam Swamy)પણ આમાં ષડયંત્રની શક્યતા વ્યક્ત કરી હતી અને કોર્ટ ઓફ ઈન્ક્વાયરીને બદલે આ ઘટનાની તપાસ માટે ન્યાયાધીશની માંગણી કરી હતી.
ચીને તેમના નિવેદનનો વિરોધ કર્યો
સુરક્ષા નિષ્ણાત બ્રહ્મ ચેલ્લાનીએ (Security expert Brahma Chellani)તેમના ટ્વીટમાં કહ્યું કે, જનરલ રાવતના મૃત્યુ( Death of General Rawat)અને 2020માં હેલિકોપ્ટર દુર્ઘટના વચ્ચે ઘણી સમાનતાઓ છે. આ દુર્ઘટનામાં તાઈવાનના આર્મી ચીફ જનરલ શેન યી મિંગ (Taiwan's Army Chief General Shen Yi Ming)અને અન્ય સાત જનરલોના મોત થયા હતા. આ બંને હેલિકોપ્ટર દુર્ઘટનાઓમાં ચીનના આક્રમક વલણનો વિરોધ કરી રહેલા મહત્વના લોકો માર્યા ગયા હતા. ચીને તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો. ચીની મીડિયાએ લખ્યું, અકસ્માત ચીનમાં નહીં, ભારતમાં થયો હતો.
ભારતીય વાયુસેનાને હરકતમાં આવવું પડ્યું