- ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ પત્રક જાહેર કરશે
- શિયાળાને ધ્યાનમાં લઈ વિધાર્થીને વધુ વાંચવાનો સમય મળશે
- બીજી ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રિલ માસમાં કોવિડ -19ની સ્થિતિ પર આધારિત
દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ પત્રક જાહેર કરશે. કોવિડ 19 (Covid19)ચેપને કારણે, પરીક્ષા આ વર્ષે બે વાર લેવામાં આવશે. આ અંતર્ગત પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં લેવામાં આવી રહી છે. બીજી ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. CBSE દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં યોજાનારી પરીક્ષા ઓફલાઈન(Exam offline) લેવામાં આવશે. જ્યારે માર્ચ-એપ્રિલ મહિનામાં લેવાયેલી પરીક્ષા કોવિડ -19ની પરિસ્થિતિ પર આધારિત રહેશે.
નાના અને મુખ્ય વિષયોની પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે?
CBSE દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, ટર્મ વનની પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્નો પર આધારિત હશે. તો બીજી બાજુ, શિયાળાને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા સવારે 10:30ને બદલે સવારે 11:30થી શરૂ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા માટે 90 મિનિટ મળશે. આ સિવાય વાંચનનો સમય પણ વધારવામાં આવ્યો છે, હવે 15 મિનિટને બદલે વિદ્યાર્થીઓને 20 મિનિટ વાંચવાનો સમય મળશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકોને મળતી સુવિધાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પેટર્નમાં શું બદલાયું છે?
CBSE દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, પરીક્ષાનું પરિણામ ટર્મ 1ની પરીક્ષા પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે. આ સિવાય, કોઈપણ વિદ્યાર્થીને ટર્મ 1ની પરીક્ષામાં પાસ, રિપીટ અથવા કમ્પાર્ટમેન્ટ આપવામાં આવશે નહીં. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની ટર્મ વન અને ટર્મ ટુ પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે CBSEએ શાળાઓને ટર્મ એક પરીક્ષાના અંત પહેલા પ્રાયોગિક પરીક્ષા લેવા માટે નિર્દેશ આપ્યો છે. CBSE પરીક્ષા નિયામક ડો.સન્યામ ભારદ્વાજે જણાવ્યું હતું કે 10 અને 12 ની પરીક્ષાની તારીખ શીટ 18 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ વર્ષે કોવિડ -19 ની સ્થિતિને ધ્યાનમાં રાખીને, 10 અને 12ની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવી રહી છે. જેમાં પ્રથમ ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં લેવામાં આવશે. જ્યારે બીજી ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રિલમાં લેવામાં આવશે.
અભ્યાસક્રમમાં શું ફેરફાર થયો છે?