- CBSE ધોરણ-10નું પરિણામ આજે જાહેર કરવામાં આવશે નહિ
- બોર્ડ આજે 10માના પરિણામ જાહેર કરશે એવી અટકળો કરી હતી
- વિદ્યાર્થીઓ SMS દ્વારા તેમના 10માના પરિણામ જાણી શકશે
નવી દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-10નું પરિણામ આજે એટલે કે સોમવારે જાહેર કરવામાં આવશે નહિ. બોર્ડના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે. આ અગાઉ એવી અટકળો હતી કે, બોર્ડ આજે 10માના પરિણામ જાહેર કરશે. બોર્ડના અધિકારીઓ જણાવે છે કે, 10 માનું પરિણામ આજે જાહેર કરવામાં આવશે નહિ.
10માના પરિણામની તારીખ અને સમયના જાહેરાતની પુષ્ટિ કરી
આ અગાઉ CBSEના પરીક્ષા નિયામક સંયમ ભારદ્વાજે ગયા અઠવાડિયે ધોરણ-12નું પરિણામ જાહેર કર્યા પછી જણાવ્યું હતું કે, "અમે આજથી જ 10મા પરિણામ પર કામ શરૂ કરીશું અને આવતા સપ્તાહ સુધીમાં આપવાનો પ્રયત્ન કરીશું". જો કે, તેઓએ 10મા પરિણામની તારીખ અને સમયની જાહેરાતની પુષ્ટિ કરી નથી.
10 માનું પરિણામ આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા તૈયાર કર્યું
બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર ધોરણ-10ના પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે બોર્ડ દસમા ધોરણ માટે મેરિટ યાદી જાહેર કરશે નહીં. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે બોર્ડે આ વર્ષે દસમા ધોરણની પરીક્ષાઓ રદ કરી હતી. બોર્ડે 10 માનું પરિણામ આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ દ્વારા તૈયાર કર્યું છે. બોર્ડના 10 મા ધોરણના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે.