- CBSEએ બે નવી ગાઈડવાઈન કરી જાહેર
- વિષયમાં ફેરફાર અને ગેરહાજર વિદ્યાર્થીઓ અંગે ગાઈડલાઈન જાહેર
- શાળાઓમાં મૂલ્યાંકન કાર્યમાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન જાહેર કરાઈ
નવી દિલ્હી: Central Board of Secondary Education (CBSE) એ કોરોના સંક્રમણ (Corona transition) ને કારણે ધોરણ -10 અને 12ની પરીક્ષાઓ રદ કરી દીધી હતી. હવે CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી મૂલ્યાંકન નીતિ હેઠળ શાળાઓમાં મૂલ્યાંકનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન શાળાઓને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને વધુ બે ગાઈડલાઈન (Guideline) બહાર પાડવામાં આવી છે. CBSEએ વિષયમાં ફેરફાર અને ગેરહાજર વિદ્યાર્થીઓ અંગે ગાઈડલાઈન (Guideline) જાહેર કરી છે.
ધોરણ -11માં શ્રેષ્ઠ ત્રણ વિષયોનું મૂલ્યાંકન કરવું પડશે
ધોરણ-12ની પરીક્ષાના પરિણામોની તૈયારીના સંદર્ભમાં CBSE દ્વારા જાહેર કરાયેલા વિષયમાં ફેરફાર (Subject change) અંગે જણાવવામાં આવ્યું છે કે, શાળાએ ખાતરી કરવી પડશે કે, CBSE પાસેથી મંજૂરી પહેલાથી જ લીધેલી છે અને હવે કોઈપણ પ્રકારનો ફેરફાર સ્વીકારવામાં આવશે નહીં. આ સિવાય શાળાઓએ ફક્ત ધોરણ- 11ના શ્રેષ્ઠ ત્રણ વિષયોનું જ મૂલ્યાંકન કરવું પડશે.
આ પણ વાંચો : સરકારના બોર્ડની માર્કશીટ અંગેના નિર્ણય પર આણંદની એક શાળાના વિદ્યાર્થીઓએ આપી પ્રતિક્રિયા