- CBSE બોર્ડના ધોરણ 12ની પરીક્ષા રદ્દ
- PM મોદીની બેઠકમાં લેવાયો નિર્ણય
- વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં સમાધાન કરવામાં આવશે નહીં - વડાપ્રધાન મોદી
નવી દિલ્હી : CBSE વર્ગ 12 બોર્ડની પરીક્ષા ( CBSE બોર્ડ ધોરણ 12 ) કોરોના સંક્રમણને કારણે રદ્દ કરવામાં આવી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અને સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જે પાસા પર કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. CBSE બોર્ડના ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આવા તણાવપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં હાજર રહેવા માટે દબાણ ન કરવું જોઈએ
કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, બારમા ધોરણનાં પરિણામો સુનિશ્ચિત ઉદ્દેશો અને માપદંડ અનુસાર સમયમર્યાદાપૂર્ણ રીતે બનાવવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં PM મોદીએ જણાવ્યું હતું કે, પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની ઉત્સુકતા દૂર થવી જોઈએ. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આવા તણાવપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં હાજર રહેવા માટે દબાણ ન કરવું જોઈએ. આ બેઠકમાં અધિકારીઓ દ્વારા વિગતવાર રજૂઆતની સમીક્ષા કર્યા બાદ રાજ્યો સહિતના તમામ હોદ્દેદારોના પરામર્શ બાદ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો -કોરોનાના વધતા સંક્રમણના કારણે CBSEની ધોરણ 10ની પરીક્ષાઓ રદ, ધોરણ-12ની મોકૂફ રખાઇ