ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CBSE 2023: બોર્ડની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, 10-12મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી - CBSE

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે શૈક્ષણિક સત્ર 2022-23 માટે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડ્યું છે. બંને પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. સંપૂર્ણ સમયપત્રક અહીં વાંચો. (CBSE announced date of 10th and 12th board exam)

CBSE 2023: બોર્ડની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, 10-12મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી
CBSE 2023: બોર્ડની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, 10-12મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી

By

Published : Dec 29, 2022, 10:30 PM IST

નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે મોડી સાંજે શૈક્ષણિક સત્ર 2022-23 માટે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી. 10મી બોર્ડની પરીક્ષા તારીખ 15 ફેબ્રુઆરી 2023 થી 21 માર્ચ 2023 દરમિયાન યોજાશે. જ્યારે 12માં ધોરણની બોર્ડની પરીક્ષા તારીખ 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે અને તારખી 5 એપ્રિલ 2023 સુધી ચાલશે.

CBSE 2023: બોર્ડની પરીક્ષાનું શેડ્યૂલ જાહેર, 10-12મીની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી

આ પણ વાંચોઃG-20 દેશોને સમર્પિત પાર્ક બનાવવામાં આવશે, તમામ દેશોના રાષ્ટ્રીય પ્રાણીઓ જોવા મળશે

સમયપત્રકઃ CBSE દ્વારા જારી કરાયેલી ડેટશીટ મુજબ, ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષા સવારે 10:30 થી 1:30 વાગ્યા સુધી ચાલશે. ધોરણ 10માં, 12માં ધોરણની બોર્ડની પરીક્ષાની તારીખ પત્રક 2023ની જાહેરાત કરતા, CBSEએ એક નિવેદનમાં જણાવ્યું કે સામાન્ય રીતે બંને વર્ગોમાં બે મુખ્ય વિષયો વચ્ચે પરીક્ષામાં પૂરતો ગેપ આપવામાં આવ્યો છે. CISCI દ્વારા ICSE અને ISC બોર્ડની પરીક્ષાનું સમયપત્રક પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ કારણોસર CBSE વિદ્યાર્થીઓ તેની રાહ જોઈ રહ્યા હતા. જે મોડી સાંજે સમાપ્ત થઈ.

આ પણ વાંચોઃમહારાષ્ટ્ર વિધાનસભામાં લોકાયુકત બિલ પસાર, 'લોકપાલ'ના દાયરામાં આવનાર પ્રથમ રાજ્ય બન્યું

શીટ તૈયારઃ CBSE એ જણાવ્યું કે ધોરણ 10 અને ધોરણ 12 ની તારીખપત્રક લગભગ 40,000 વિષય સંયોજનોને ટાળીને તૈયાર કરવામાં આવી છે જેથી વિદ્યાર્થી પાસે એક જ તારીખે બે વિષયો ન હોય. બોર્ડે કહ્યું કે 12મી તારીખની શીટ તૈયાર કરતી વખતે, JEE મેઇન, NEET અને CUET UG સહિતની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો સાથે અથડામણ ન થાય તેની કાળજી લેવામાં આવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details