અમદાવાદ:સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE Board) દ્વારા 2023ના ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ગયુ છે. વિદ્યાર્થીઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પરથી પરિણામ જાણી શકે છે. વિદ્યાર્થીઓ https://cbseresults.nic.in પર પરિણામ જોઈ શકે છે.સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ ઉપરાંત વિદ્યાર્થીઓ ઉમંગ એપ પર પણ પરિણામ જોઈ શકે છે.
પરિણામ કેવી રીતે તપાસવું?:
- સ્ટેપ 1: CBSE ની સત્તાવાર વેબસાઇટ, cbseresults.nic.in અથવા cbse.gov.in ની મુલાકાત લો.
- સ્ટેપ 2: હોમ પેજ પર, 'CBSE 12મું પરિણામ ડાયરેક્ટ લિંક', 'CBSE 10મું પરિણામ ડાયરેક્ટ લિંક' પર ક્લિક કરો.
- સ્ટેપ 3: લોગિન પેજ ખુલશે, અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
- સ્ટેપ 4: તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને તપાસો.
- સ્ટેપ 5: વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ નકલ ડાઉનલોડ કરી શકે છે અને તેને પોતાની પાસે રાખી શકે છે.
CBSE ધોરણ 10મા પરિણામ 2023ની સીધી લિંક: CBSE 10માની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વર્ષે 21,86,940 વિદ્યાર્થીઓએ CBSE 10ની પરીક્ષા આપી હતી. CBSE 10માનું પરિણામ વિદ્યાર્થીઓને સીધા જ DigiLocker દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ 6 અંકની પિન દાખલ કરીને પરિણામ ચકાસી શકશે. શાળા દ્વારા વિદ્યાર્થીઓને પિન પહેલેથી જ આપવામાં આવ્યો છે.
- CBSE Class 12 Result Declared: CBSE બોર્ડનું ધોરણ 12નું પરિણમા જાહેર, 87.33 ટકા વિદ્યાર્થીઓ પાસ
- Gandhinagar News : ગુજરાતના શિક્ષકોના પડતર પ્રશ્નો વચ્ચે યોજાશે રાષ્ટ્રીય શિક્ષક અધિવેશન, વાતોના વડાં વચ્ચે પ્રશ્નો ઉકેલાશે?
- GPSC પરીક્ષા મામલે હાઇકોર્ટનો ખાસ હુકમ, અરજદાર પરીક્ષાર્થીઓને મેઇન પરીક્ષામાં બેસવા દેવામાં આવશે
ગત વર્ષનું પરિણામ:2022માં 20 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. એકંદરે પાસની ટકાવારી 94.40 ટકા રહી હતી. ગયા વર્ષે છોકરાઓની પાસ થવાની ટકાવારી 93.80 ટકા અને છોકરીઓની 95.21 ટકા હતી.
DigiLocker:બોર્ડે તાજેતરમાં DigiLocker માટે સિક્યોરિટી પિન સંબંધિત સત્તાવાર સૂચના બહાર પાડી છે. અહેવાલો અનુસાર, શાળાઓને ઉમેદવારો સાથે સુરક્ષા પિન શેર કરવા માટે કહેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ આ PIN વડે તેમનું DigiLocker એકાઉન્ટ બનાવવાનું રહેશે. CBSE એ વિદ્યાર્થીઓના ડિજીલોકર એકાઉન્ટ્સ માટે તેમના ડેટાની સુરક્ષા અને ગોપનીયતા વધારવા માટે 6 અંકની સુરક્ષા પિન જારી કરી છે.