ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જજ ઉત્તમ આનંદ હત્યા કેસમાં, CBI લેશે ઈન્ટરપોલની મદદ

હવે સીબીઆઈ ધનબાદના જજ ઉત્તમ આનંદ હત્યા કેસમાં ઈન્ટરપોલની મદદ લેશે. સીબીઆઈએ ઝારખંડ હાઈકોર્ટમાં આ અંગેની માહિતી આપી છે. આ હત્યા કેસમાં, 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.Jharkhand High Court, Judge Uttam Anand murder case, CBI will take Interpol help

જજ ઉત્તમ આનંદ હત્યા કેસમાં, CBI લેશે ઈન્ટરપોલની મદદ
જજ ઉત્તમ આનંદ હત્યા કેસમાં, CBI લેશે ઈન્ટરપોલની મદદ

By

Published : Sep 16, 2022, 10:42 PM IST

ધનબાદ:ઝારખંડ હાઈકોર્ટમાં,(Jharkhand High Court) જજ ઉત્તમ આનંદ હત્યા કેસનીJudge (Uttam Anand murder case) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સીબીઆઈ દ્વારા, કોર્ટમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. સીબીઆઈ તરફથી માહિતી આપવામાં આવી હતી કે, આ મામલે ઈન્ટરપોલની મદદ (CBI will take Interpol help) લેવામાં આવશે. આ માટે ભારત સરકારના ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી છે, જે હજુ પેન્ડિંગ છે. પ્રોગ્રેસ રિપોર્ટ જોયા બાદ કોર્ટે CBIને 4 સપ્તાહનો સમય આપતા આગામી તારીખ 14 ઓક્ટોબર આપી છે.

ઈન્ટરપોલની મદદ લેવામાં આવશે:આ મામલાની સુનાવણી ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડૉ. રવિ રંજન અને ન્યાયમૂર્તિ સુજીત નારાયણ પ્રસાદની કોર્ટમાં થઈ હતી. સુનાવણી દરમિયાન CBI દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, ધનબાદના જજ ઉત્તમ આનંદના મૃત્યુની તપાસને આગળ વધારવા માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવશે. આ મામલે ઈન્ટરપોલની સલાહ લીધા બાદ, સંશોધનને આગળ વધારવામાં આવશે. CBIનો પક્ષ સાંભળ્યા બાદ, કોર્ટે કેસની સુનાવણી 4 સપ્તાહ માટે મુલતવી રાખી છે. કોર્ટે કેસની આગામી સુનાવણી 14 ઓક્ટોબરના રોજ નિયત કરી છે અને આ દિવસે, પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

મોટું કાવતરૂ હોવાની રાવ:અગાઉની સુનાવણીમાં કોર્ટે CBIને પૂછ્યું હતું કે, શું કેસની સુનાવણી પૂરી થયા બાદ સીબીઆઈની વધુ તપાસ આગળ વધી શકે છે. CBI કઈ જોગવાઈ હેઠળ તપાસ ચાલુ રાખવા માંગે છે? સીબીઆઈ વતી કહેવામાં આવ્યું હતું કે, જજ ઉત્તમ આનંદ હત્યા કેસમાં, મોટા કાવતરાને ધ્યાનમાં રાખીને સીબીઆઈ તપાસ ચાલુ રાખી રહી છે. આ હત્યા કેસમાં, 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ધનબાદ સીબીઆઈની વિશેષ અદાલતે 6 ઓગસ્ટે દોષિતો રાહુલ વર્મા અને લખન વર્માને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ સિવાય કોર્ટે, ગુનેગારો પર 25 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ટ્રાયલ કોર્ટે ધનબાદ દલસાને, દિવંગત જજ ઉત્તમ આનંદના પરિવારજનોને યોગ્ય વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details