- નરેન્દ્રગીરીના મોતની તપાસ CBIએ સંભાળી
- CBIની 5 સભ્યોની ટીમ પ્રયાગરાજ પહોંચી
- 20 સ્પેટમ્બરના મહંત નરેન્દ્રગીરીએ આત્મહત્યા કરી હતી
- આત્મહત્યા માટે મજબૂર કરનારા 3 લોકોના નામ સુસાઇડ નોટમાં
લખનૌ: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરીના શંકાસ્પદ મોત મામલે સીબીઆઈની 5 સભ્યોની ટીમ ગુરૂવારના પ્રયાગરાજ પહોંચી હતી. ટીમે કેસને હેન્ડ ઑવર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જે શુક્રવારના પૂર્ણ કરવામાં આવી. શુક્રવારના નરેન્દ્રગીરીના મોતની તપાસ સીબીઆઈએ સંભાળી લીધી છે.
CBIની 5 સભ્યોની ટીમ પ્રયાગરાજ પહોંચી
ગત બુધવારના યોગી સરકારના નિર્દેશ પર ઉત્તર પ્રદેશ સરકારના ગૃહ વિભાગે કેસની તપાસ માટે કેન્દ્ર સરકારને સીબીઆઈની તપાસની ભલામણ કરી હતી. સૂત્રો પ્રમાણે ગુરૂવાર બપોરે સીબીઆઈની ટીમ પ્રયાગરાજ પહોંચી ગઈ હતી. આ ટીમમાં 5 સભ્યો છે. કેસ હેન્ડઑવર લેતા પહેલા સીબીઆઈની એક ટીમે કેસની જાણકારી લીધી હતી. સીબીઆઈની સાથે પોલીસ લાઇનમાં એસઆઈટીની ટીમ અને પ્રયાગરાજ પોલીસના ઉચ્ચ અધિકારી પણ હાજર હતા. સીબીઆઈએ એફઆઈઆરની કૉપી લઇને તપાસની પ્રક્રિયા શરૂ કરી, ત્યારબાદ શુક્રવારના તપાસ સંભાળી લીધી છે.
આત્મહત્યા માટે મજબૂર કરનારા 3 લોકોના નામ સુસાઇડ નોટમાં
ઉલ્લેખનીય છે કે 20 સ્પેટમ્બરના અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરીએ શંકાસ્પદ અવસ્થામાં સુસાઇડ કરી લીધું હતું. તેમના રૂમમાંથી અનેક પાનાઓવાળી સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં મહંત નરેન્દ્રગીરીને આત્મહત્યા માટે મજબૂર કરવા માટે 3 નામ લખેલા હતા, જેમાં સૌથી પહેલું નામ મહંત નરેન્દ્રગીરીના શિષ્ય રહેલા સ્વામી આનંદગીરીનું જ્યારે બીજું નામ લેટે હનુમાન મંદિરના મુખ્ય પૂજારી રહેલા આદ્યા તિવારીનું હતું અને ત્રીજું નામ આદ્યા તિવારીના દીકરા સંદીપ તિવારીનું લખેલું હતું.