ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Kejriwal Bungalow Renovation Case: CM કેજરીવાલની મુશ્કેલીઓ વધશે, CBIએ બંગલા રિનોવેશન કેસની તપાસ શરૂ કરી - Kejriwal Bungalow Controversy

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. સીબીઆઈએ બુધવારે તેમના સરકારી આવાસના રિનોવેશન કેસમાં પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.

Kejriwal Bungalow Renovation Case
Kejriwal Bungalow Renovation Case

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 9:10 PM IST

નવી દિલ્હી: સીબીઆઈએ બુધવારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલના ઘરના નવીનીકરણના મામલાની નોંધ લેતા પ્રાથમિક તપાસ શરૂ કરી છે. હવે સીબીઆઈની એક ટીમ તમામ તથ્યોની તપાસ કરશે અને જોશે કે કથિત ભ્રષ્ટાચારના આરોપોમાં સત્ય છે કે નહીં. આ મકાનના બાંધકામને લગતા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે અને વિવિધ વિભાગોની ફાઇલોની પણ ચકાસણી કરવામાં આવશે. સીબીઆઈ અધિકારીઓ સત્તાવાર રીતે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે, પરંતુ એક અધિકારીએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી. આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેજરીવાલના આવાસના નવીનીકરણ સાથે જોડાયેલા આરોપોની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. દિલ્હી L&Gની ભલામણ બાદ આ આદેશ આપવામાં આવ્યો છે.

AAPનો હુમલોઃ CBI તપાસ શરૂ થવા પર આદમી પાર્ટીએ કહ્યું કે, "BJPએ આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કર્યો છે. હવે તમામ તપાસ એજન્સીઓને તૈનાત કરી દેવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઘેરી લીધા છે, પરંતુ તેમના આશીર્વાદ છે. દિલ્હીની 2 કરોડ જનતા અરવિંદ કેજરીવાલની સાથે છે. આ તપાસમાંથી કંઈ જ બહાર આવશે નહીં. ભાજપ ગમે તેટલી તપાસ કરવા માંગે, અરવિંદ કેજરીવાલ જનતા અને સામાન્ય માણસના હિત માટે લડતા રહેશે."

એલજીએ સંજ્ઞાન લીધું હતું: ભાજપ ઉપરાંત રાજ્ય કોંગ્રેસના નેતાઓએ પણ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને સીએમ કેજરીવાલના સિવિલ લાઇન્સના 6 ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત સરકારી બંગલામાં રિનોવેશનના નામે લગભગ 45 કરોડ રૂપિયાના ખર્ચ અંગે ફરિયાદ કરી હતી. આ પછી, ઉપરાજ્યપાલે મુખ્ય સચિવને સંબંધિત વિભાગ પાસેથી આ સંબંધમાં વિગતવાર માહિતી માંગી હતી. જુદા જુદા વિભાગોના રિપોર્ટમાં ગેરરીતિઓ જણાઈ આવતાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

વિપક્ષે કર્યો મોટો મુદ્દોઃતાજેતરમાં જ મુખ્યમંત્રીના સત્તાવાર બંગલા અંગે મોટો ખુલાસો થયો હતો. બંગલાના બ્યુટિફિકેશનના નામે બે-પાંચ નહીં પરંતુ 45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિપક્ષે આને લઈને મોટો મુદ્દો બનાવ્યો હતો. દિલ્હી સરકારના પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, આ બ્યુટિફિકેશન ન હતું, જૂના સ્ટ્રક્ચરની જગ્યાએ નવું મકાન બનાવવામાં આવ્યું હતું અને તેમની કેમ્પ ઓફિસ પણ ત્યાં છે. અંદાજે 44 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

બાંધકામ પાછળ કુલ 44.78 કરોડનો ખર્ચ: જાહેર બાંધકામ વિભાગે તેના રિનોવેશનનો રિપોર્ટ ઓડિટ બાદ આપ્યો હતો. જૂના સ્ટ્રક્ચરની જગ્યાએ નવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, મંજૂર કરાયેલી 43.70 કરોડની રકમ સામે બાંધકામ પાછળ કુલ 44.78 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ કેસમાં સીબીઆઈએ સરકારના સંબંધિત વિભાગના વડાને દસ્તાવેજો આપવા વિનંતી કરી છે. જેમાં સિવિલ લાઈન્સ સ્થિત મુખ્યમંત્રી આવાસમાં વધારાના બાંધકામ અંગે જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓની ભલામણો અને મંજૂરી ધરાવતી નોટ શીટ પણ માંગવામાં આવી છે.

  1. JDS-BJP Alliance : JD-S એક તકવાદી પાર્ટી છે અને તેમાં ધર્મનિરપેક્ષ જેવું કંઈ નથી - કોંગ્રેસ
  2. Delhi News: દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં સીનિયર બ્યૂરોક્રેટ્સની ફરિયાદ કરી

ABOUT THE AUTHOR

...view details