ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કૉંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમની ચિંતા ફરી વધી, નિવાસસ્થાન અને ઓફિસ પર CBIના દરોડા - CBI raid on Congress leader Karti Chidambarams residence

સીબીઆઈએ ચીની નાગરિકોને આપવામાં આવેલા (Central Bureau of Investigation) વિઝાના નવા કેસમાં કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમ અને તેમના પિતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમના 9 સ્થળો પર દરોડા (CBI raid on Congress leader Karti Chidambarams residence) પાડ્યા છે.

કૉંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમની ચિંતા ફરી વધી, નિવાસસ્થાન અને ઓફિસ પર CBIના દરોડા
કૉંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમની ચિંતા ફરી વધી, નિવાસસ્થાન અને ઓફિસ પર CBIના દરોડા

By

Published : May 17, 2022, 10:04 AM IST

Updated : May 17, 2022, 10:49 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) ચાલી રહેલા કેસના સંબંધમાં પૂર્વ કેન્દ્રીયપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ઘરની તપાસ કરી રહી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેન્દ્રીય એજન્સી મંગળવાર સવારથી કાર્તિ ચિદમ્બરમ સાથે જોડાયેલા 9 સ્થળો પર દરોડા પાડી (CBI raid on Congress leader Karti Chidambarams residence) રહી છે. આ અંગે કાર્તિ ચિદમ્બરમની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કાર્તિએ ટ્વિટ કર્યું, 'હું ગણતરી ભૂલી ગયો છું, આવું કેટલી વાર થયું છે? રેકોર્ડ હોવો જોઈએ.

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં દરગાહ પાસે હનુમાનજીની મૂર્તિની સ્થાપનાને લઈને 2 પક્ષો વચ્ચે હિંસક અથડામણ

ચિદમ્બરમના ઘરે પોલીસ બંદોબસ્ત:અહેવાલો અનુસાર, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને તમિલનાડુના શિવગંગાઈમાં વિવિધ સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. સીબીઆઈએ મુંબઈમાં કોંગ્રેસના નેતા કાર્તિ ચિદમ્બરમના ત્રણ સ્થળો પર સર્ચ કર્યું છે. બીજી તરફ ચેન્નાઈમાં કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમના ઘરે પોલીસ બંદોબસ્ત છે. સીબીઆઈ તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ચાલી રહેલા કેસના સંદર્ભમાં તેમના ઘણા સ્થળો પર દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ 2010-14 વચ્ચે કથિત વિદેશી રેમિટન્સ માટે કાર્તિ ચિદમ્બરમ સામે નવો કેસ નોંધ્યો છે.

આ પણ વાંચો:AIMPLBએ જ્ઞાનવાપી કેમ્પસમાં કમિશનની કાર્યવાહી પર વ્યક્ત કરી નારાજગી, કહ્યું- મુસ્લિમો ક્યારેય...

ચીની નાગરિકો સાથે સંબંધિત મામલોઃએવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે કથિત રીતે નિયમોનો ભંગ કરીને ચીની નાગરિકોને વિઝા મેળવવામાં મદદ કરી હતી. પંજાબમાં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો જેના માટે ચિદમ્બરમે તેમને વિઝા અપાવવામાં મદદ કરી હતી. દરોડા સવારે 8 વાગ્યાથી શરૂ થયા હતા અને હજુ પણ ચાલુ છે. સીબીઆઈ ચિદમ્બરમના ઘરે રહેલા લોકોના નિવેદન પણ રેકોર્ડ કરી રહી છે.

Last Updated : May 17, 2022, 10:49 AM IST

ABOUT THE AUTHOR

...view details