નવી દિલ્હી:દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં, સીબીઆઈએ પાંચ કરોડ રૂપિયાની લાંચ લેવા બદલ EDના સહાયક નિર્દેશક, એક ક્લાર્ક અને એર ઈન્ડિયાના અધિકારી સહિત સાત લોકો વિરુદ્ધ FIR નોંધી છે. EDએ પોતે આ મામલે CBIને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો ED અધિકારીઓના નામે પૈસાની લેવડદેવડમાં સામેલ છે. આ પછી સીબીઆઈએ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
Delhi Liquor Scam: CBIએ EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 7 સામે FIR નોંધી - दिल्ली शराब घोटाला मामले
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં નવો વળાંક આવ્યો છે. CBIએ EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પવન ખત્રી સહિત સાત લોકો વિરુદ્ધ FIR નોંધી છે. દારૂના ધંધાર્થી અમનદીપ ધલ પાસેથી 5 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ખત્રી વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે.
![Delhi Liquor Scam: CBIએ EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 7 સામે FIR નોંધી cbi-registers-case-against-seven-including-ed-assistant-director-in-delhi-liquor-scam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-08-2023/1200-675-19381867-thumbnail-16x9-jpg.jpg)
Published : Aug 29, 2023, 9:53 AM IST
EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પવન ખત્રી વિરુદ્ધ ફરિયાદ: FIRમાં EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પવન ખત્રી, UDC નિતેશ, એર ઈન્ડિયાના AGM દીપક સાંગવાન, દારૂના વેપારી અમનદીપ સિંહ ધલ, બિરેન્દર પાલ સિંહ, CA પ્રવીણ અને ફાઈવ સ્ટાર હોટલના CEO વિક્રમાદિત્ય સહિત સાત લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. આરોપ છે કે આરોપી અધિકારીએ દિલ્હી દારૂ કૌભાંડમાં EDની તપાસ અને ધરપકડથી દારૂના વેપારી અમનદીપ અને તેના પિતાને બચાવવા માટે પાંચ કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. EDના સ્પેશિયલ ડાયરેક્ટર સોનિયા નારંગે 7 ઓગસ્ટ 2023ના રોજ CBI ડિરેક્ટરને લેખિત ફરિયાદ કરી હતી. સીબીઆઈએ 25 ઓગસ્ટે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી.
અધિકારીઓની ભૂમિકા:તપાસમાં જાણવા મળ્યું છે કે દારૂ કૌભાંડ કેસના આરોપી અમનદીપ અને તેના પિતા બિરેન્દ્ર પાલ સિંહને બચાવવા માટે આરોપીઓએ જાન્યુઆરી 2023માં ED અધિકારીને ત્રણ કરોડ રૂપિયા અને બાદમાં બે કરોડ રૂપિયા આપ્યા હતા. આરોપી સીએ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સીબીઆઈ આ કેસમાં અન્ય અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.
- Bihar News: નક્સલવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, 3 IED, 13 હજાર 800 વિસ્ફોટક, સેંકડો કારતૂસ અને દારૂગોળો જપ્ત
- UP Minority Commission: મુઝફ્ફરનગરના વિદ્યાર્થી થપ્પડ કેસમાં લઘુમતી આયોગે શિક્ષિકા તૃપ્તિ ત્યાગીને સમન્સ પાઠવ્યા
- Fodder Scam Case : ઘાસચારા કૌભાંડ કેસના ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં વિશેષ CBI કોર્ટનો નિર્ણય