નવી દિલ્હી- CBIએ મંગળવારે કેન્દ્રશાસિત પ્રદેશમાં સબ-ઇન્સ્પેક્ટરોની ભરતી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓને લઈને જમ્મુ અને કાશ્મીર SSB ભૂતપૂર્વ અધ્યક્ષ ખાલિદ જહાંગીરના પરિસર સહિત 33 સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.(RECRUITMENT SCAM OF JK) અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર સર્વિસિસ સિલેક્શન બોર્ડ (JKSSB)ના પરીક્ષા નિયંત્રક અશોક કુમારના પરિસરનુ પણ સર્ચ ઓપરેશન થઈ રહ્યુ છે.
બીજા રાઉન્ડનુ સર્ચ ઓપરેશનઆ-સર્ચ ઓપરેશન જમ્મુ, શ્રીનગર, હરિયાણાના કરનાલ, મહેન્દ્રગઢ, રેવાડી, ગુજરાતના ગાંધીનગર, દિલ્હી, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ અને કર્ણાટકના બેંગલુરુમાં ફેલાયેલ છે. કથિત અનિયમિતતાઓની તપાસના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ આ બીજા રાઉન્ડનુ સર્ચ ઓપરેશન છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ જમ્મુ-કાશ્મીર પ્રશાસનની વિનંતી પર 33 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
ગેરરીતિના આરોપો- સીબીઆઈએ 5 ઓગસ્ટના રોજ એફઆઈઆર નોંધ્યા બાદ કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસ માટે સબ ઈન્સ્પેક્ટરની ભરતી માટે જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડ (JKSSB) દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં કથિત અનિયમિતતાના આરોપો છે. આ વર્ષે 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જે બાદ ગેરરીતિના આરોપો સામે આવ્યા હતા. જમ્મુ-કાશ્મીર પ્રશાસને આરોપોની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરી હતી.
ઘોર અનિયમિતતા આચરી હતી- એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ JKSSBના અધિકારીઓ સાથે અને બેંગલુરુ સ્થિત ખાનગી કંપનીની મદદથી કાવતરું ઘડ્યું હતું અને સબ-ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે લેખિત પરીક્ષાના આયોજનમાં ઘોર અનિયમિતતા આચરી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે, "વધુમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જમ્મુ, રાજૌરી અને સાંબા જિલ્લામાંથી પસંદ કરાયેલા ઉમેદવારોની ટકાવારી અસામાન્ય રીતે વધારે છે." તપાસ એજન્સીએ કહ્યું કે જેકેએસએસબીએ બેંગલુરુ સ્થિત એક ખાનગી કંપનીને પ્રશ્નપત્ર આઉટસોર્સિંગમાં કથિત રીતે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.