ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેજસ્વીની મુશ્કેલીઓ વધી શકે,CBIના જામીન અરજી રદ્દ કરવા પગલાં - ईटीवी भारत बिहार न्यूज

IRCTC કૌભાંડમાં બિહારના નાયબ (Tejashwi Yadavs bail) પ્રધાન તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી શકે છે. બિહારમાંથી ફરી એકવખત કૌભાંડ મામલે (CBI court) એક પ્રધાનનું નામ ઉછળ્યું છે. જેમાં તેજસ્વી યાદવ સામે તપાસ થઈ શકે છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શનિવારે તેમના જામીન રદ કરવા માટે વિશેષ કોર્ટમાં અરજી કરી હતી.

તેજસ્વીની મુશ્કેલીઓ વધી શકે,CBIના જામીન અરજી રદ્દ કરવા પગલાં
તેજસ્વીની મુશ્કેલીઓ વધી શકે,CBIના જામીન અરજી રદ્દ કરવા પગલાં

By

Published : Sep 17, 2022, 8:08 PM IST

પટણાઃબિહારમાંથી ફરી એકવખત કોઈ મોટા કૌભાંડના વાવડ (CBI court) આવ્યા છે. જેમાં સત્તા પર રહેલા તેજસ્વી યાદવની (Tejashwi Yadavs bail) મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. IRCTC કૌભાંડમાં તેજસ્વી યાદવનું નામ સામે આવતા હવે મામલો ગરમાઈ રહ્યો છે. આ અંગે CBIએ જામીન રદ્દ કરવા માટે એક સ્પેશ્યલ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

તેજસ્વીને નોટીસ: CBIએ સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે CBIની અરજીપર તેજસ્વી યાદવને નોટીસ ફટકારી છે. તારીખ 28 સપ્ટેમ્બર પહેલા તેજસ્વી યાદવ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે. કોર્ટે તેજસ્વીનો જવાબ માંગ્યો છે કે તેના જામીન કેમ રદ ન કરવા જોઈએ. જો કોર્ટ CBIની અરજી સ્વીકારે છે તો તેજસ્વી પ્રસાદ યાદવને જેલમાં જવું પડી શકે છે. જોકે, જવાબ અંગે તેજસ્વીની કોઈ પ્રતિક્રિયા જોવા મળી નથી.

ધમકી આપવાનો આરોપ: તેજસ્વી યાદવે તારીખ 25 ઓગસ્ટના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,"શું CBI અધિકારીઓની માતા અને બાળકો નથી, શું તેમના પરિવાર નથી, શું તેઓ હંમેશા CBI ઓફિસર રહેશે, શું તેઓ નિવૃત્ત નહીં થાય, ફક્ત આ પક્ષ જ રહેશે. તમારે બંધારણીય સંસ્થાની ફરજ ઈમાનદારીથી બજાવવી જોઈએ." સીબીઆઈ અધિકારીઓને ધમકી આપી છે. આ જામીનની શરતોનું ઉલ્લંઘન છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details