નવી દિલ્હીCBIએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવાના મામલે સ્પષ્ટતા આપી (Sisodia against Lookout Circular) છે. CBI અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, મનીષ સિસોદિયા સહિત કોઈપણ આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધી કોઈ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો નથી, માત્ર દસ્તાવેજની તપાસ પ્રક્રિયા ચાલી રહી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. CBI Raid On Manish Sisodia
આ પણ વાંચો :NYTમાં મનીષ સિસોદીયાના વખાણથી ભાજપના પેટમાં તેલ રેડાતાં CBI દરોડા પડાવ્યાં ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ
મામલો શું છે :રવિવારે સવારે સમાચાર આવ્યા કે, CBIએ એક્સાઈઝ પોલિસીમાં કૌભાંડના કેસમાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સહિત 14 લોકો વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે. પરિપત્રમાં એન્ટરટેઈનમેન્ટ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સીઈઓ વિજય નાયર સિવાય તમામ લોકોના નામ છે, જેમની સામે FIR નોંધવામાં આવી હતી. Excise policy scam case
મનીષ સિસોદિયાનો વળતો જવાબ :લુક આઉટ નોટિસ જારી થયા બાદ મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી પર વળતો પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે, તમારા બધા દરોડા નિષ્ફળ ગયા છે, કંઈ મળ્યું નથી, પૈસાની હેરા ફેરી નથી મળી, હવે તમે લુક આઉટ નોટિસ જાહેર કરી કે, મનીષ સિસોદિયા મળી રહ્યા નથી. આ શું રમત છે મોદીજી ? હું દિલ્હીમાં આઝાદ ફરું છું, બોલો ક્યાં આવું ? હું તમને મળી રહ્યો નથી.
આ પણ વાંચો :મનીષ સિસોદિયાના જેલવાસ માટે ભાજપ સરકાર તૈયાર કરી રહી છેઃ કેજરીવાલ
મુખ્યપ્રધાનની પ્રતિક્રિયા :લુક આઉટ નોટિસ જાહેર થયા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને ટ્વીટ કર્યું હતું કે, એવા સમયે જ્યારે સામાન્ય માણસ મોંઘવારીથી ત્રસ્ત છે, કરોડો યુવાનો બેરોજગાર છે, ત્યારે કેન્દ્ર સરકાર તમામ જવાબદાર છે. કેન્દ્ર સરકારને તમામ રાજ્ય સરકારો સાથે મળીને બેરોજગારી અને મોંઘવારી સામે લડવું જોઈએ. તેના બદલે તેઓ આખા દેશ સાથે લડી રહ્યા છે. રોજ સવારે CBI ઈડીનો ખેલ શરૂ કરે છે. આમાં દેશ કેવી રીતે આગળ વધશે ?