- ઘાસચારા કૌભાંડ મામલે લાલુપ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી
- CBIએ લાલુની જામીન અરજીનો કર્યો વિરોધ
- લાલુ પ્રસાદની જામીન અરજીની સુનાવણી 16 એપ્રિલે થશે
રાંચી (ઝારખંડ): બહુચર્ચિત ઘાસચારા કૌભાંડ મામલે દોષિત લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધારવા માટે CBI (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન ) એ નવો દાવ ખેલ્યો છે. CBI તરફથી ઝારખંડ હાઈકોર્ટમાં જવાબ રજૂ કરીને તેમણે કોર્ટમાંથી લાલુ પ્રસાદની જામીનનો વિરોધ કર્યો છે. CBIએ પોતાની અરજીના માધ્યમ દ્વારા લાલુ પ્રસાદના જામીનનો વિરોધ કરતા કહ્યું કે, લાલુ પ્રસાદની દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડની સજા 14 વર્ષ છે, જે હજી પૂર્ણ થઈ નથી. તેથી જ તેઓને જામીન મળવા જોઈએ નહીં.
આ પણ વાંચો: લાલુ યાદવ પર NDAનો આરોપ, કહ્યું ધારાસભ્યોને ફોન કરી પ્રધાન બનવવાની અપી રહ્યા છે લાલચ
લાલુની જામીનને CBIએ હાઈકોર્ટમાં અટકાવી
ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદને દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડ કરવાના કેસમાં 7-7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને નીચલી અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, બન્ને સજાઓ એક સાથે નહીં પણ અલગ અલગ ચાલશે એટલે કે, 7 વર્ષ એક સજા પૂર્ણ થયા બાદ બીજી સજા 7 વર્ષ સુધી ચાલશે. આવી સ્થિતિમાં લાલુ પ્રસાદને દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં 14 વર્ષની સજા મળી છે. જેમાંથી હાલ સાડા ત્રણ વર્ષ પણ પૂરા થયા નથી, તેની કસ્ટડીની અડધી સજા 7 વર્ષ જેલમાં રહ્યા બાદ પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં તેમને જામીન મળવા જોઈએ નહીં.
લાલુ પ્રસાદની જામીન અરજીની સુનાવણી 16 એપ્રિલે થશે
ઝારખંડ હાઈકોર્ટના એડવોકેટ ધીરજ કુમારે જણાવ્યું કે, ઝારખંડ હાઈકોર્ટમાં લાલુ પ્રસાદની જામીન અરજીની સુનાવણી 16 એપ્રિલે થવાની છે. લાલુ પ્રસાદની જામીનનો વિરોધ CBIએ કર્યો છે. તપાસ એજન્સીનું કહેવું છે કે, દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં તેને 14 વર્ષની સજા મળી છે. હવે આ CBIનો આ દાવ કેટલો કામ કરશે તે તો સમય જ નક્કી કરશે. હાલ CBIએ જે દાવ ખેલ્યો છે તેનો લાલુ પ્રસાદ તરફથી કોઈ જવાબ આપવામાં આવશે ? અને તેના પર હાઈકોર્ટ શું નિર્ણય હશે ? તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.
આ પણ વાંચો: લાલુ પ્રસાદની જામીન અરજી પર CBI નો જવાબ- કહ્યું હજી અડધી સજા પણ નથી થઈ પૂર્ણ
દુમકા તિજોરી મામલે લાલુએ બીજી વખત કરી જામીન અરજી
CBIએ અરજી કરી હતી કે, દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના મામલામાં લાલુ પ્રસાદ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા બાદ જામીન અરજી બીજી વખત ફરી દાખલ કરવામાં આવી છે. આ અરજીની પર છેલ્લે 9 એપ્રિલના રોજ સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન CBI તરફથી જવાબ હાજર કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. કોર્ટે તેને પોતાનો જવાબ રજૂ કરવા માટે સમય આપ્યો હતો. એ જ આદેશના જવાબમાં CBI દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં લાલુ પ્રસાદને નીચલી અદાલતથી 7-7 વર્ષની જુદી સજા ભોગવવાનું કહેવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં લાલુ પ્રસાદની દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડની સજા 14 વર્ષ છે, જે હજી પૂર્ણ થઈ નથી. તેથી જ તેઓને જામીન મળવા જોઈએ નહીં.
એક સજાની અવધિ સમાપ્ત થયા બાદ જ બીજી સજા થાય શરૂ
CBI અનુસાર લાલુ પ્રસાદને ચાર મામલે અલગ અલગ સજા ફટકારવામાં આવી છે. સીઆરપીસીની ધારા 427 અનુસાર કોઈ પણ વ્યકિતને એક કરતા વધારે મામલાઓમાં દોષી ઠહેરાવી સજા સંભળાવવામાં આવે છે, પરંતુ અદાલત તમામ સજા એક સાથે ચલાવવાનો આદેશ નથી આપતી. તેથી તે આરોપીની એક સજાની અવધિ સમાપ્ત થયા બાદ જ બીજી સજા શરૂ થાય છે.