ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CBIએ પાવરગ્રીડ ડાયરેક્ટર અને ટાટા પ્રોજેક્ટ્સથી સંબંધિત અન્ય લોકોની ભ્રષ્ટાચારના આરોપમાં કરી ધરપકડ - Northeast Region Power System Improvement Project

CBIએ ગુરુવારે પાવરગ્રીડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એસ. ઝાની ધરપકડ કરી હતી. તેમના પર ખાનગી કંપનીના કેટલાક અધિકારીઓ સાથે મળીને ભ્રષ્ટાચારનો આરોપ છે. CBIએ (Central Bureau of Investigation) દરોડા બાદ તેની ધરપકડ કરી છે.

CBIએ પાવરગ્રીડ ડાયરેક્ટર અને ટાટા પ્રોજેક્ટ્સથી સંબંધિત અન્ય લોકોની ભ્રષ્ટાચારના આરોપમાં કરી ધરપકડ
CBIએ પાવરગ્રીડ ડાયરેક્ટર અને ટાટા પ્રોજેક્ટ્સથી સંબંધિત અન્ય લોકોની ભ્રષ્ટાચારના આરોપમાં કરી ધરપકડ

By

Published : Jul 8, 2022, 11:12 AM IST

નવી દિલ્હી:સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation) એ 'પાવરગ્રીડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા'ના (Powergrid Corporation of India) એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એસ. ઝા સહિત ખાનગી કંપની ટાટા પ્રોજેક્ટ્સના પાંચ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે, ધરપકડ કરાયેલી ખાનગી કંપનીના અધિકારીઓમાં તેના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ દેશરાજ પાઠક અને આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ આર.એન.સિંહોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:POCSO કેસમાં અભિનેતા શ્રીજીત રવિની કરાઇ ધરપકડ

ટાટા પ્રોજેક્ટ્સ પાસેથી લાંચ લેતા હતા:આ કેસ ખાનગી કંપનીને ફાયદો કરાવવાના બદલામાં કથિત રીતે લાંચ લેવા સાથે જોડાયેલ છે. CBIએ બુધવારે 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ એક દિવસ પહેલા આરોપીની ધરપકડ કરી હતી. ઓપરેશન ગુરુવારે પણ ચાલુ રહ્યું, જે દરમિયાન ઝાના ગુરુગ્રામ પરિસરમાંથી 93 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા. અધિકારીઓએ જણાવ્યું કે ઝા હાલમાં ઇટાનગરમાં તૈનાત છે. તેમણે કહ્યું કે, પાવર પ્રોજેક્ટ્સમાં કથિત લાંચ લેવડ-દેવડની સૂચના મળ્યા બાદ CBIએ (Central Bureau of Investigation) ઝા પર નજર રાખી રહી હતી અને આ દરમિયાન એવી માહિતી મળી હતી કે, ઝા વિવિધ કામો માટે ટાટા પ્રોજેક્ટ્સ અને અન્ય કંપનીઓના અધિકારીઓ પાસેથી લાંચ લેતા હતા.

ત્રણ એક્ઝિક્યુટિવના FIRમાં નામ:અધિકારીઓએ જણાવ્યું કે, તપાસ એજન્સીના અધિકારીઓએ બુધવારે ગેરકાયદેસર પૈસાની લેવડદેવડના સ્થળે દરોડા પાડ્યા અને આરોપીઓની ધરપકડ કરી. CBIએ ઝા, પાઠક અને સિંહ વિરુદ્ધ FIR નોંધી છે. કંપની ટાટા પ્રોજેક્ટ્સ અને તેના ત્રણ એક્ઝિક્યુટિવ નફીઝ હુસૈન ખાન, રણધીર કુમાર સિંહ અને સંદીપ કુમાર દુબેનું પણ FIRમાં નામ છે.

આ પણ વાંચો:જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંજો આબેને ગોળી મારી, શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ

ટાટા પ્રોજેક્ટ્સને ફાયદો કરાવવાનું કાવતરું:CBIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એવો આરોપ છે કે, સરકારી કર્મચારી ઝા એ અન્ય લોકો સાથે મળીને પાવરગ્રીડને લગતા કોન્ટ્રાક્ટમાં ઉક્ત કંપની ટાટા પ્રોજેક્ટ્સને ફાયદો કરાવવાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં બિલમાં વધારો, બિલની તાત્કાલિક ચુકવણીનો સમાવેશ થાય છે અને કિંમતની અસ્થિરતા માટેની જોગવાઈ બદલવા જેવી કાર્યવાહીના બદલામાં લાંચ લેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટાટા પ્રોજેક્ટ્સને વર્લ્ડ બેંક દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ નોર્થઇસ્ટ રિજન પાવર સિસ્ટમ ઇમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ (Northeast Region Power System Improvement Project) હેઠળ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પૂર્વોત્તર ક્ષેત્રના પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટેની આ એક વ્યાપક યોજના છે.

CBIએ કસ્ટડીમાં મોકલ્યા: CBIએ બાદમાં તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, કંપનીએ વ્યાપક યોજના હેઠળ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં કોન્ટ્રાક્ટ મેળવ્યા હતા. તે જ સમયે, પાવરગ્રિડ કોર્પોરેશનના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ,સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ નોર્થ ઈસ્ટર્ન રિજન પાવર સિસ્ટમ ઈમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આવતા નથી. અધિકારીઓએ દાવો કર્યો હતો કે, ઝાને અરુણાચલ પ્રદેશની 'T&D' યોજનામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ટાટા પ્રોજેક્ટ્સના (Tata Projects) પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે અમારા તમામ વ્યવસાયિક વ્યવહારોમાં કડક ધોરણોનું પાલન કરીએ છીએ અને તેની સાથે સમાધાન કરતા નથી. અમે સંબંધિત તપાસ અધિકારીઓને અમારો સંપૂર્ણ સહયોગ આપીશું. તમામ છ આરોપીઓને ગુરુવારે પંચકુલા હરિયાણા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 15 જુલાઈ સુધી CBIએ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details