ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રાસદાયક બની રહી છે રખડતા ઢોરની સમસ્યા, ગાયે દંપતિને અડફેટે લીધું - Cattle issue in Vadodara

રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે.જેને લઈને કોર્ટના આદેશ બાદ પણ સ્થિતિ એની એ જ જોવા મળી રહી છે. ત્યારે વડોદરામાં પણ રખડતા ઢોરોનો ત્રાસ હદ વટાવતો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરમાં વધુ એક દંપતીને રખડતા ઢોરોને કારણે હોસ્પિટલમાં જવાનો વારો આવ્યો છે. Vadodra Road Accident,Cattle issue in Vadodara, Vadodara Corporation

Etv Bharatરખડતા પશુઓની સમસ્યાનો અંત કયારે ? હવે તો જાગો સરકાર!
Eરખડતા પશુઓની સમસ્યાનો અંત કયારે ? હવે તો જાગો સરકાર!tv Bharat

By

Published : Sep 6, 2022, 4:33 PM IST

વડોદરા:ગુજરાતના મહાનગર જ નહી પણ અન્ય શહેરમાં પણ રસ્તે રખડતા ઢોરની સમસ્યા વિકરાળ બની રહી છે. ખાસ કરીને મુખ્ય રસ્તાઓ પર ઢોરનો અડ્ડો જોવા મળતા ક્યારેક જીવલેણ તો ક્યારેક ગંભીર અકસ્માત બને છે. આવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી હતી. જેમાં એક દંપતિને ગાય અડફેટે લેતા એને ગંભીર ઈજા થઈ છે.આ દંપતિ પેટલાદમાં આવેલા વલેટવાની રહેવાસી છે. તેઓ સાકરદા પાસે આવેલા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે વચ્ચે ગાય આવી જતા દંપતિને એકાએક ફંગોળી દીધું હતું.

ગંભીર ઈજા પહોંચીઃ આ કેસમાં દંપતિ એટલી જોરથી જમીન પર પટકાયા હતા કે એમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જાતા(Vadodra Road Accident) આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તપાસ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત દંપતિમાંથી પપ્પુભાઈ નામના વ્યક્તિને પગમાં ગંભીર ઈજા થતા તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ગુજરાત હાીકોર્ટે ટકોર કરી હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. જેનો ભોગ લોકો બની રહ્યા છે.

કોઈ પગલાં નહીંઃઆ ઘટના સામે આવ્યા બાદ કોઈ પ્રકારના પગલાં તંત્ર તરફથી ભરવામાં આવતા નથી.જેથી દરરોજ આવા બનાવો વધી રહ્યા છે. જોકે, સ્થાનિકોએ પણ તંત્રને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં આ સમસ્યાઓનો કોઈ પ્રકારનો નીવેડો હજુ સુધી સામે આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details