નવી દિલ્હીઃ 2 નવેમ્બરના રોજ લોકસભાની એથિક્સ કમિટિ સામે સુનાવણી માટે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા હાજર થશે. મોઈત્રા પર સવાલ પુછવા માટે પૈસા લીધા હોવાનો આરોપ છે. મહુઆ મોઈત્રાએ આ સંદર્ભે પોતાના એક્સ હેન્ડલ પર બે પાનાની પોસ્ટ શેર કરી છે. મોઈત્રાએ વેપારી દર્શન હીરાનંદાની અને ફરિયાદી વકીલ જય દેહાદ્રઈના ક્રોસ એક્ઝામિનેશન માટે પરવાનગી પણ માંગી છે.
સોશિયલ મીડિયામાં પત્ર શેર કર્યોઃ ટીએમસી લોકસભા સાંસદે બુધવારે એથિક્સ કમિટિના અધ્યક્ષ અને ભાજપા સાંસદ વિનોદકુમાર સોનકરને લખેલ પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં મોઈત્રા જણાવે છે કે એથિક્સ કમિટિને મને પાઠવેલું સમન્સ મીડિયામાં જાહેર કરવું યોગ્ય લાગ્યું છે તો મેં પણ સુનાવણી પહેલા કમિટિને મેં લખેલા પત્રને જાહેર કરવાનું યોગ્ય ગણ્યું છે. મોઈત્રા ઉમેરે છે કે વકીલ દેહાદ્રાઈ પોતાની લેખિત ફરિયાદમાં એક પણ આરોપોને સાબિત કરવા માટે કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યા નહતા અને પોતાની મૌખિક સુનાવણીમાં પણ કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહતા.
ક્રોસ એક્ઝામિનેશનની માંગણીઃ મહુઆ મોઈત્રાએ પત્રમાં આ મામલે વેપારી દર્શન હીરાનંદાની અને ફરિયાદી વકીલ જય દેહાદ્રઈના ક્રોસ એક્ઝામિનેશન માટે પરવાનગી માંગી છે. તેઓ આગળ લખે છે કે લાંચ આપી છે તે વેપારી દર્શન હીરાનંદાનીને સુનાવણીમાં હાજર રાખવામાં આવે. હીરાનંદાનીએ બહુ ઓછા વિવરણ સાથે સોગંદનામુ એથિક્સ કમિટિને રજૂ કર્યું છે. આ ફરિયાદ નફરત ફેલાવતા ભાષણ(હેટ સ્પીચ) સંદર્ભે કરવામાં આવી છે.
મોઈત્રાની માંગણી ફગાવાઈઃ 31મી ઓક્ટોબરે મહુઆ જણાવી ચૂક્યા છે કે વર્ષ 2021 બાદ એથિક્સ કમિટિની કોઈ બેઠક થઈ નથી. પાંચ નવેમ્બર પછી બોલાવવામાં આવે તેવી મહુવા મોઈત્રાની માંગણીને એથિક્સ કમિટિએ ફગાવી દીધી હતી. કમિટિએ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાને 2 નવેમ્બરે હાજર રહેવા આદેશ કર્યો છે.
- Mahua Moitra Controversy: મહુઆ મોઇત્રાની અરજી પર સુનાવણી પહેલા એડવોકેટ દેહાદ્રઈનો મોટો આરોપ
- Nishikant Dubey allegations: ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ TMC સાંસદ પર લગાવ્યો આરોપ, કહ્યું પૈસા લઈને સંસદમાં પુછ્યાં પ્રશ્નો