ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Tamil Nadu News: રાહુલ ગાંધીને દોષિત ઠેરવનાર ન્યાયાધીશની જીભ કાપી નાખીશું - મણિકંદન - મણિકંદન વિરુદ્ધ કેસ દાખલ

તમિલનાડુ કોંગ્રેસના નેતા મણિકંદને તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એક વિરોધ રેલીમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવનારા સુરત કોર્ટના જજને ધમકી આપી હતી. વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મણિકંદન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Tamil Nadu News:
Tamil Nadu News:

By

Published : Apr 8, 2023, 7:39 PM IST

ડિંડીગુલ (તમિલનાડુ):તમિલનાડુમાં પાર્ટીના એક જિલ્લા પ્રમુખે રાહુલ ગાંધીને 2019ના ફોજદારી માનહાનિના કેસમાં દોષી ઠેરવનાર સુરત કોર્ટના ન્યાયાધીશની જીભ કાપી નાખવાની ધમકી આપી હતી.

ન્યાયાધીશને કથિત ધમકી: 6 એપ્રિલના રોજ તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં એક વિરોધ રેલીને સંબોધતા જિલ્લા પ્રમુખ મણિકંદને ન્યાયાધીશને કથિત ધમકી આપી હતી. મણિકંદને કહ્યું કે જ્યારે અમે સત્તામાં આવીશું ત્યારે અમારા નેતા રાહુલ ગાંધીને દોષિત ઠેરવનાર જજની જીભ કાપી નાખીશું. તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મણિકંદન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મણિકંદન વિરુદ્ધ કેસ:પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મણિકંદન સામે તેની ટિપ્પણી બદલ આઈપીસીની 153 B સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:UP News: વારાણસી હોટલમાંથી તેજપ્રતાપનો સામાન હટાવાયો, રાત્રે 1 વાગ્યા સુધી રસ્તા પર ભટકતા રહ્યા

અટકને લઈને કરી હતી ટિપ્પણી: તે જ વર્ષે 'મોદી' અટક અંગે કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કરેલી ટિપ્પણી અંગે સુરતની કોર્ટે 2019ના ફોજદારી માનહાનિના કેસમાં તેમને દોષિત ઠેરવ્યા બાદ રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોની સરનેમ મોદી કેવી રીતે છે ?

આ પણ વાંચો:West Bengal News: TMCમાં જોડાવા માટે મહિલાઓએ કર્યા એક કિલોમીટર સુધી દંડવત

સભ્યતા રદ: સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ રાહુલને માર્ચમાં લોકાભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ પણ સાંસદ અથવા ધારાસભ્ય દોષિત ઠરશે અથવા બે વર્ષ કે તેથી વધુની સજા થશે તો તે આપોઆપ ગેરલાયક ઠરશે. લોકસભા સચિવાલયે 27 માર્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ વડાને નોટિસ જારી કરીને સાંસદ તરીકે તેમની ગેરલાયકાતને ધ્યાનમાં રાખીને તેમનો સરકારી બંગલો ખાલી કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details