ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Telangana News: ચૂંટણી એફિડેવિટ મુદ્દે બીઆરએસ મંત્રી શ્રીનિવાસ ગૌડ, મુખ્ય ચૂંટણી અધિકારી સહિત અનેક આઈએસ ઓફિસર વિરૂદ્ધ કેસ દાખલ - Haidrabad

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં ચૂંટણી એફિડેવિટમાં કથિત સુધારા વધારા મુદ્દે બીઆરએસ મંત્રી શ્રીનિવાસ ગૌડ, ચૂંટણી પંચના મુખ્ય અધિકારી રાજીવ કુમાર સહિત અનેક આઈપીએસ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો. વાંચો સમગ્ર ઘટનાક્રમ

શ્રીનિવાસન ગૌડ વિરૂદ્ધ કેસ દાખલ
શ્રીનિવાસન ગૌડ વિરૂદ્ધ કેસ દાખલ

By

Published : Aug 12, 2023, 1:59 PM IST

હૈદરાબાદઃ મહેમુબનગર સેકન્ડ ટાઉન પોલીસે ચૂંટણી એફિડેવિટમાં સુધારા વધારા કરવા મુદ્દે રાજ્યના ઉત્પાદક શુલ્ક મંત્રી શ્રીનિવાસ ગૌડ સહિત ભારતના ચૂંટણી પંચના મુખ્ય અધિકારી, રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ ઉપરાંત અનેક આઈએએસ અધિકારીઓ વિરૂદ્ધ 21 કલમો લગાડીને કેસ દાખલ કર્યો છે.

241/2023 નંબરની એફઆરઆઈઃપોલીસે 241/2023 નંબરની એફઆરઆઈ દાખલ કરી. કોર્ટના આદેશનો સમગ્ર મામલો શુક્રવારે બહાર આવ્યો. પોલીસ કહે છે કે શુક્રવાર સવારે નવ કલાકે ફરિયાદ નોંધી છે. મંત્રી શ્રીનિવાસ ગૌડ ઉપરાંત 2018ની ચૂંટણી દરમિયાન ફરજ પરના અધિકારી સંજયકુમાર, શશાંક ગોયલ, રોનાલ્ડ્રાસ, જે. શ્રીનિવાસ, કે. વેંકટેશ ગૌડ, એ પદ્મશ્રી, એસ. વેંકટ રાવ, એડવોકેટ રાજેન્દ્ર પ્રસાદ , વિશ્રાંત જેવા અધિકારીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સરકારી અધિકારી ડી. સુધાકર વિરૂદ્ધ પણ કેસ દાખલ થયો છે.

એફઆરઆઈ દાખલ કરવામાં વિલંબઃ મહેબૂબનગરના રાઘવેન્દ્ર રાજુએ નામપલ્લીમાં જનપ્રતિનિધિ અદાલતમાં એક અરજી દાખલ કરી છે જેમાં મંત્રી શ્રીનિવાસ ગૌડ દ્વારા ચૂંટણી એફિડેવિટમાં સુધારા વધારા કરવાનો આરોપ છે. 31 જુલાઈએ કોર્ટે મહેબૂબનગરના સેકન્ડ ટાઉન પોલીસ સ્ટેશનના એસએચઓ ને મંત્રી અને અધિકારીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરવાનો હુકમ કર્યો હતો. માત્ર એક અઠવાડિયાની અંદર આ આદેશ પોલીસ સુધી પહોંચી ગયો હતો પરંતુ મંત્રી તેમજ ઉચ્ચ અધિકારીઓના નામ હોવાથી પોલીસ એફઆરઆઈ દાખલ કરવામાં આનાકાની કરતી હતી.

પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ કોર્ટ ખફાઃ અરજીકર્તા રાઘવેન્દ્ર રાજુએ કેસ દાખલ ન થયો હોવાનો દાવો કરી ફરી એકવાર પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. શુક્રવારે કોર્ટે પોલીસની ઢીલાશ પર નારાજગી વ્યક્ત કરી અને સાંજે 4 કલાક પહેલા કેસ દાખલ થયો છે કે નહીં તે જણાવવાનો હુકમ કર્યો. જો કેસ દાખલ નહી કર્યો હોય તો કોર્ટનું અવમાન ગણાશે તેથી પોલીસે શુક્રવારે સવારે 9 કલાકે કેસ દાખલ કર્યો હોવાનું જણાવ્યું હતું.

  1. Viveka Murder Case: તેલંગાણા હાઈકોર્ટે અવિનાશની આગોતરા જામીન અરજી આવતીકાલ સુધી મુલતવી રાખી
  2. તેલંગાણાના IT પ્રધાન કેટી રાવ સાથે ઈટીવી ભારતની વિશેષ વાતચીત...

ABOUT THE AUTHOR

...view details