મેંગલુરુ:મેંગલોર યુનિવર્સિટી કોલેજમાં(Mangalore University College) હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને ક્લાસમાં પ્રવેશવા પર પ્રતિબંધ(Prohibition students from entering class) મુકવામાં આવ્યો છે. જો કે, કેટલીક યુવતીઓ હિજાબ પહેરીને આવી જતાં તેમને સવારે પરત મોકલી દેવામાં આવી હતી. મેંગ્લોર યુનિવર્સિટીમાં યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકના નિર્ણય અનુસાર વીવી કોલેજ મેંગલોરમાં હિજાબ પર પ્રતિબંધ(Hijab banned in Mangalore) મૂકવામાં આવ્યો છે.
હિજાબ ઉતારીને ક્લાસરૂમમાં પ્રવેશ - આ પછી કેટલીક મુસ્લિમ વિદ્યાર્થીનીઓ(Muslim students), જેમની સંખ્યા 12 હતી, હિજાબ પહેરીને ક્લાસમાં પ્રવેશવા જઈ રહી હતી. આ બાદમાં કોલેજ હેડની કમિટી(Committee of College Heads)એ વિદ્યાર્થીઓને મહિલા રેસ્ટરૂમમાં હિજાબ ઉતારીને ક્લાસરૂમમાં પ્રવેશવા જણાવ્યું હતું. જો કે, વિધાનસભ્ય વેદ વ્યાસ કામથ અને મેંગ્લોર યુનિવર્સિટીના ચાન્સેલર પી એસ યાદપાદિત્યની અધ્યક્ષતામાં CDCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓને કૉલેજમાં પ્રવેશ આપવામાં આવશે નહીં ત્યારે વિવાદ ઊભો થયો હતો. અન્ય કોલેજમાં જવા ઇચ્છતી વિદ્યાર્થીનીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:હિજાબ વિવાદ પર ચર્ચામાં આવેલી મુસ્કાનના પિતાએ કહ્યું- "હું નથી જાણતો કે કોણ છે અલ જવાહિરી"