ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રેમ લગ્નને કારણે સંબંધીઓએ ન આપી કાંધ, દીકરીએ કર્યા અંતિમ સંસ્કાર - girl had a funeral

મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં એક શરમજનક કિસ્સો(Shameful case) સામે આવ્યો છે. પુત્રએ લવ મેરેજ(Love marriage) કર્યા હોવાના કારણે અહીં અંતિમ સંસ્કાર સમયે પરિવારજનોએ મોં ફેરવી લીધું હતું. આવી સ્થિતિમાં કેટલાક સ્થાનિક લોકોની મદદથી નાની બહેને મોટી બહેનના અંતિમ સંસ્કાર(Funeral) કર્યા હતા.

પ્રેમ લગ્નને કારણે સંબંધીઓએ ન આપી કાંધ
પ્રેમ લગ્નને કારણે સંબંધીઓએ ન આપી કાંધ

By

Published : Jun 23, 2022, 5:09 PM IST

મધ્યપ્રદેશ : સમાજમાં આવા ઘણા કિસ્સાઓ છે, જ્યારે મુશ્કેલીના સમયે પોતાના જ સાથ છોડી દે છે. આવાજ સમયમાં અન્ય લોકો કામ આવતા હોય છે. આવું જ કંઈક મધ્ય પ્રદેશના ડિંડોરી જિલ્લામાં થયું હતું. જ્યાં બાળકીના મૃત્યુ(Death of a child) પછી જ્યારે તેને તેના પ્રિયજનોનો સાથ મળ્યો ન હતો. પાડોશીઓએ દાન એકત્ર કરીને તેના અંતિમ સંસ્કાર કર્યા(Funeral) હતા. સમગ્ર ડિંડોરી જિલ્લામાં સામાજિક કાર્યકરોના આ કાર્યની પ્રશંસા થઈ રહી છે.

આંતરજ્ઞાતિય લગ્ન કરતા વિવાદ સર્જાયો - ડિંડોરીમાં રહેતા પ્રદીપ સોનીએ અન્ય જ્ઞાતિની યુવતી અલકા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. અલગ સમાજની યુવતી સાથે લગ્ન કરવા બદલ પ્રદીપના પરિવારજનો નારાજ હતા. સમાજ અને પરિવારના ટોણા સાંભળીને બંને ભોપાલ આવીને રહેવા લાગ્યા હતા. પ્રદીપ અને અલ્કાને બે દીકરીઓ હતી. તેમની મોટી પુત્રી પૂજાના લગ્ન ગયા વર્ષે ગાંધીનગર, ભોપાલમાં થયા હતા. જ્યાં એક વર્ષ બાદ જ પૂજાને તેના સાસરિયાઓ દ્વારા હેરાન કરીને ભગાડી મૂકી હતી. આ દરમિયાન પૂજાના પિતા પ્રદીપનું પણ મોત થયું હતું. સાથે જ પૂજા પણ બીમાર રહેવા લાગી હતી.

ભાઇઓએ સાથ ન આપ્યો - આર્થિક સ્થિતિ બગડતાં અલકા તેની બે પુત્રીઓ સાથે ડિંડોરી રહેવા આવી ગઇ હતી. પૂજા ગંભીર બીમારીથી પિડાઇ રહી હતી. જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. સગા-સંબંધીઓ મૃતકને કાંધ આપવા પણ આગળ આવ્યા ન હતા. અલકાએ તેના સાસરિયાઓ પાસે મદદ માંગી, પરંતુ પરિવારના સભ્યો તેને જોવા પણ પહોંચ્યા નહીં. આ પછી, પ્રદીપના કેટલાક મિત્રો અને પડોશીઓએ દાન એકત્રિત કર્યું, ત્યારબાદ જ પૂજાની અંતિમ વિધિ થઈ શકી.

પરિવારની વેદના - અલ્કાએ જણાવ્યું કે, તેના મૃત પતિના 11 ભાઈઓ છે અને તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. જેમાં તેના પતિ પ્રદીપનો પણ હિસ્સો રહેલો છે. આંતરજ્ઞાતિય લગ્નનું કારણ આપીને તેને ઝાયદરમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યો છે. મીડિયાને માહિતી આપતાં અલકા સોનીની નાની દીકરીએ જણાવ્યું કે, તેના પિતાના કેટલાક મિત્રો અને પડોશીઓની મદદથી 24 કલાક બાદ કાયદા અનુસાર પૂજાની અંતિમ વિધિ કરવામાં આવી છે. બીજી તરફ સામાજિક કાર્યકર રાજુ બર્મને જણાવ્યું કે, જ્યારે તેમને પૂજા સોની વિશે જાણ થઈ ત્યારે શહેરના તમામ પત્રકારોએ તેમની સાથે મળીને પૂજાના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી અને આગામી 10 દિવસ માટે આર્થિક મદદ કરીને ગરીબ પરિવાર માટે રાશનની પણ વ્યવસ્થા કરી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details