- શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ ભક્તો માટે સુવિધા વધારી
- રામલલ્લાના દર્શન કરવા આવતા ભક્તો માટે કાર્પેટની વ્યવસ્થા
- રામ ભક્તો હવે ઉઘાડા પગે મંદિરે દર્શન કરવા જઈ શકશે
આ પણ વાંચોઃરામ મંદિરના નિર્માણ માટે ખોદકામ દરમિયાન ખંડિત મૂર્તિઓ મળી
અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટે રામભક્તો માટે સુવિધામાં વધારે કરવાની કવાયત તેજ કરી દીધી છે. આ ક્રમમાં હવે રામલલ્લાના દર્શન માર્ગ પર ભક્તો માટે કાર્પેટ પાથરવામાં આવી રહ્યું છે. અયોધ્યામાં રામ જન્મભૂમિના અસ્થાઈ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીરામ લલ્લાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે ટ્રસ્ટે નવી વ્યવસ્થા બનાવી છે. આ વ્યવસ્થામાં શ્રદ્ધાળુ ઉઘાડા પગેથી જ પરિસરમાં પ્રવેશ કરી રામલલ્લાના દર્શન કરશે. વધતી ગરમીને ધ્યાનમાં રાખી ટ્રસ્ટે દર્શન માર્ગ પર પ્રવેશથી લઈને બહાર જવાના માર્ગ સુધી તમામ સ્થળ પર કાર્પેટ પાથરવાનું શરૂ કરી દીધું છે. એટલે કે તાપમાન વધે તો પણ શ્રદ્ધાળુઓના પગ ન બળે.