ચંદીગઢ: પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલય (Amarinder party merge BJP) કરવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે, આ મર્જર આ મહિને થશે. હાલમાં કેપ્ટન અમરિન્દર સિંહ કરોડરજ્જુની સર્જરી માટે વિદેશ ગયા છે અને આવતા સપ્તાહે તેઓ ભારત પરત ફરશે તેવું જાણવા મળે છે. ભારતમાં કેપ્ટન અમરિંદર સિંહના આગમન બાદ એકીકરણની પ્રક્રિયા શરૂ થશે.
આ પણ વાંચો:ભારતની આ મહિલાએ રેકોર્ડ સાયકલ ચલાવીને હિમાલયમાં ત્રિરંગો લહેરાવ્યો
કેપ્ટન અમરિંદર સિંહને મળી શકે છે કેટલીક મોટી જવાબદારીઃપંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન (Amarinder party Punjab Lok Congress) અમરિંદર સિંહને બીજેપી એકીકરણ બાદ કેટલીક મોટી જવાબદારી મળી શકે છે. ખાસ કરીને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબમાં ભાજપને મજબૂત કરવા માટે ભાજપનું ધ્યાન પંજાબની 13 બેઠકો પર છે.
આ પણ વાંચો:50વર્ષથી વધુની 11 મહિલાઓનું જૂથ ઉત્તરાખંડમાં ટ્રાન્સ હિમાલયન અભિયાન પર
કેપ્ટન એક અલગ પક્ષ તરીકે 2022 ની વિધાનસભા ચૂંટણી લડે છે: કોંગ્રેસ સાથે સંબંધો તોડી નાખ્યા પછી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે 2022ની વિધાનસભા ચૂંટણી (party Punjab Lok Congress will merge with BJP0 એક અલગ પક્ષ તરીકે લડી હતી, જેણે ભાજપ સાથે જોડાણ કર્યું હતું. જો કે, તેઓ સફળ ન થયા અને કેપ્ટન અમરિન્દર સિંહ પોતે હારી ગયા.