- પંજાબ સીએમ અમરિન્દરસિંહ દિલ્હીથી પરત ફર્યાં
- કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મુલાકાત વિના જ પરત ફર્યાં
- કોંગ્રેસ પેનલ સાથે કલાકો સુધી ચર્ચા કરી
નવી દિલ્હીઃ પંજાબના મુખ્યપ્રધાન (Chief Minister Of Punjab) કેપ્ટન અમરિંદર સિંહ પાર્ટી હાઈકમાન્ડને મળ્યા વિના પંજાબ પાછા ફર્યા છે. આપને જણાવીએ કે કોંગ્રેસના પંજાબ એકમમાં (Punjab unit of Congress) વિખવાદ દૂર કરવાના હેતુથી રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ રાજ્યના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ સાથે લાંબો પરામર્શ કર્યો હતો.
માહિતી મુજબ સીએમ કેપ્ટન આજે પંજાબ પરત ફર્યાં છે. પંજાબના મુખ્યપ્રધાને તેમની બંને મુલાકાતો દરમિયાન એક વખત પણ પાર્ટી હાઈકમાન્ડને મળ્યાં ન હતાં.
જંતરમંતરનો કાર્યક્રમ પણ રદ કર્યો
જણાવી દઈએ કે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદરસિંહે (Captain Amarinder Singh) જંતરમંતરની મુલાકાત લેવાનો તેમનો કાર્યક્રમ પણ રદ કર્યો હતો. કોંગ્રેસના પંજાબ એકમમાં (Punjab unit of Congress) વિખવાદને ઉકેલવા માટે રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ મંગળવારે રાજ્યના મુખ્યપ્રધાન અમરિંદર સિંહ સાથે વિશદ ચર્ચા કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે વિખવાદ દૂર કરવાની ફોર્મ્યુલા પર વિચાર કરવાની સાથેસાથે આગામી વિધાનસભાની ચૂંટણીઓ એકસંપથી લડવાની તૈયારી પણ કરવામાં આવી હતી.