- ISFએ વિધાનસભાની ચૂંટણીમાં 20 બેઠકો માટે પોતાના ઉમેદવારોની ઘોષણા કરી
- કોંગ્રેસે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે 34 ઉમેદવારોની સૂચિ બહાર પાડી
- સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીની બેઠક બાદ નામોની અંતિમ યાદી તૈયાર
પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે કોંગ્રેસના 34 ઉમેદવારોની સૂચિ જાહેર
કોલકાતા:પશ્ચિમ બંગાળમાં વામ મોરચા અને કોંગ્રેસના ગઠબંધનના ભાગીદાર અબ્બાસ સિદ્દીકીના નેતૃત્વ વાળા ભારતીય સેક્યુલર મોરચા (ISF)એ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં 20 બેઠકો માટે પોતાના ઉમેદવારોની ઘોષણા રવિવારે કરી હતી. જ્યારે કોંગ્રેસે પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે 34 ઉમેદવારોની સૂચિ બહાર પાડી છે.
આ પણ વાંચો:સુભાષચંદ્ર બોઝ અને હરીપુરાનું કનેક્શન, પશ્ચિમ બંગાળની ચૂંટણીનું ગતકડું
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની ત્રીજી યાદી
કોંગ્રેસે રવિવારે પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે પોતાના ઉમેદવારોની આગામી યાદી જાહેર કરી હતી. જેમાં ચૂંટણી માટે 34 નામો જાહેર કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીની બેઠક બાદ નામોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવી હતી. 27 માર્ચથી 8 તબક્કામાં યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની આ ત્રીજી યાદી છે. અત્યાર સુધીમાં પાર્ટીએ કુલ 50 ઉમેદવારોની જાહેરાત કરી છે. અગાઉ 13 અને 3 ઉમેદવારોના નામ 2 અલગ-અલગ યાદીમાં બહાર પાડવામાં આવ્યા હતા.
ISFના 20 ઉમેદવારોની સૂચિ સૌજન્ય- ફેસબુક @ ભારતીય-સેક્યુલર-ફ્રન્ટ-103530761739502) આ પણ વાંચો:પશ્ચિમ બંગાળની હાલત જોઈ કેજરીવાલે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ
ISF પ્રમુખ સિમુલ સોરેન હુગલી જિલ્લાના હરિપાલથી ચૂંટણી લડશે
ભારતીય સેક્યુલર મોરચાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે, ISF પ્રમુખ સિમુલ સોરેન હુગલી જિલ્લાના હરિપાલથી ચૂંટણી લડશે. જ્યારે મોહમ્મદ ઇકબાલ અને નૂરુજ્જમાન અનુક્રમે એન્ટલી અને મેટિયાબ્રુઝથી પાર્ટીના ઉમેદવાર હશે. ISF દ્વારા અત્યાર સુધી કેનિંગ પૂર્બા, જંગીપારા, ભાંગર, મધ્યમગ્રામ, હરોઆ અને મયુરેશ્વર બેઠકોના ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી નથી. પાર્ટીએ કહ્યું કે, તેણે 26 બેઠકોમાંથી 20 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.