ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Canadian killing of Hardeep Singh Nijjar: નિજ્જર હત્યા કેસ મામલે તપાસ તેજગતિથી ચાલુ- કેનેડા પોલીસ - Khalistani Nijjar killing

ખાલીસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડિયન પોલીસને પૂછતાં તેમને જણાવ્યું કે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે IHIT દ્વારા હાલ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે તેથી જોઈ વધારાની ટિપ્પણી કરી શકાય તેમ નથી.

Canadian police say probe into killing of Hardeep Singh Nijjar 'active and ongoing'
Canadian police say probe into killing of Hardeep Singh Nijjar 'active and ongoing'

By ETV Bharat Gujarati Team

Published : Sep 29, 2023, 10:04 AM IST

વોશિંગ્ટન: રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ જણાવ્યું છે કે ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે. પ્રતિબંધિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) ના વડા નિજ્જરની 18 જૂને બ્રિટિશ કોલંબિયાના સરેમાં હત્યા કરવામાં આવી હતી. ભારતે 2020માં નિજ્જરને આતંકવાદી તરીકે ઘોષિત કર્યા હતા.

IHIT દ્વારા તપાસ:45 વર્ષીય નિજ્જરની હત્યાની તપાસ આરસીએમપીની ઈન્ટિગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (આઈએચઆઈટી) દ્વારા કરવામાં આવી રહી છે. અમે હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના અહેવાલોથી વાકેફ છીએ. IHITના પ્રવક્તા સાર્જન્ટ ટિમોથી પિરોટીએ ગુરુવારે પીટીઆઈને જણાવ્યું હતું કે હાલ તપાસ તેજગતિથી ચાલી રહી છે અને IHIT દ્વારા એકત્રિત કરવામાં આવેલા ચોક્કસ પુરાવાઓ પર ટિપ્પણી કરી શકાય તેમ નથી.

તપાસના ધમધમાટ:બ્રિટિશ કોલંબિયાના સરેમાં આવેલા ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબ જ્યાં નિજ્જરની હત્યા કરવામાં આવી હતી તે અંગે તપાસ શરૂ કરી છે કે કેવી રીતે ધ વોશિંગ્ટન પોસ્ટ અખબાર જૂન હત્યાના સુરક્ષા કેમેરા ફૂટેજ જોઈ શક્યું હતું. અમને મંદિર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ વીડિયો મીડિયા માટે નથી, જનતા માટે છે કારણ કે તેની તપાસ ચાલી રહી છે. તે વીડિયો કોઈને પણ જાહેર કરવામાં આવશે નહીં. ગુરુદ્વારાના પ્રવક્તા ગુરકીરત સિંઘે કેનેડાની રાષ્ટ્રીય સમાચાર એજન્સી ધ કેનેડિયન પ્રેસને જણાવ્યું હતું કે, તે ચાલુ તપાસ છે. જોકે સિંહે કહ્યું કે તેણે આ વીડિયો ઘણી વખત જોયો છે.

ગુપ્તચર સેવાના અધિકારીઓ સાથે બેઠક: નિજ્જરના પુત્ર બલરાજ નિજ્જરે સ્થાનિક દૈનિકને જણાવ્યું હતું કે તેમના પિતા કેનેડિયન સુરક્ષા ગુપ્તચર સેવાના અધિકારીઓ સાથે અઠવાડિયામાં એક કે બે વાર નિયમિત બેઠકો કરતા હતા, જેમાં જૂન 18ની હત્યાના એક કે બે દિવસ પહેલા પણ બેઠક કરી હતી. બીજી બેઠક બે દિવસ પછી નક્કી કરવામાં આવી હતી.

  1. Nazi Honouring Incident : ટ્રુડોએ નાઝી પીઢ સૈનિકનું સન્માન કરવા બદલ 'કેનેડિયન સંસદ' વતી માફી માંગી
  2. India Canada Row : ન્યૂયોર્કમાં નિજ્જરની હત્યા પર ઉઠાવવામાં આવેલા સવાલનો વિદેશ મંત્રીએ આપ્યો સચોટ જવાબ, જાણો શું કહ્યું

ABOUT THE AUTHOR

...view details