ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેનેડા સરકારે એના નાગરિકોને કહ્યું, ભારતમાં પાક. બોર્ડર વિસ્તારમાં ન જતા - Canada issues land mine advisory

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં (Canada issues land mine advisory) ફરી એકવખત ખટાશ એવા એવા એંધાણ વર્તાય રહ્યા છે. ભારતે કેનેડામાં ભારતીયોને વધતી જતી નફરત, ગુના તથા જાતિય હિંસા તેમજ ભારત વિરોધી પ્રવૃતિઓ સામે એલર્ટ રહેવા માટે એડવાઈઝરી બહાર પાડી હતી. તારીખ 23ના રોજ આ એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી. એની સામે હવે કેનેડાએ કોઈ જ કારણ આપ્યા વગર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી દીધી છે.

Etv Bharatકેનેડા  સરકારે એના નાગરિકોને કહ્યું, ભારતમાં પાક. બોર્ડર વિસ્તારમાં ન જતાdf\
કેનેડા સરકારે એના નાગરિકોને કહ્યું, ભારતમાં પાક. બોર્ડર વિસ્તારમાં ન જતાdf\

By

Published : Sep 28, 2022, 8:23 PM IST

નવી દિલ્હીઃભારત અને કેનેડાના સંબંધોની (Canada issues land mine advisory) સતત ચર્ચા થતી રહે છે. પરંતુ, હવે કેનેડાએજાહેર કરેલી ટ્રાવેલ એડવાઈઝરીને કારણે બે દેશના સંબંધોમાં ખટાશ આવે એવા એંધાણ છે. કેનેડા સરકારે પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી (Gujarat bodering pakistan) જાહેર કરી છે. જેમાં સ્પષ્ટતા કરી છે કે, કેનેડાના નાગરિકો જે ભારતમાં ફરવા માટે જાય છે. તેઓ ગુજરાત, પંજાબ તેમજ રાજસ્થાનમાં પાકિસ્તાનબોર્ડરથી નજીક આવેલા એરીયામાં ન જાય. આ વિસ્તારોમાં કોઈ ડેસ્ટિનેશન એક્સપ્લોર ન કરવું.

કેનેડા સરકારે એના નાગરિકોને કહ્યું, ભારતમાં પાક. બોર્ડર વિસ્તારમાં ન જતાdf\

એડવાઈઝરીઃકેનેડા સરકારે આ એડવાઈઝરી પોતાની વેબસાઈટ પર મૂકી દીધી છે. તારીખ 27 સપ્ટેમ્બરના રોજ આ એડવાઈઝરીને અપડેટ કરી દેવામાં આવી હતી. જેમાં ચોખવટ છે કે, ભારતમાં આતંકી હુમલાનું જોખમ છે. કેનેડાના નાગરિકો ભારતમાં યાત્રા કરે તો એલર્ટ રહે. એટલું જ નહી આસામ અને મણીપુરમાં પણ જરૂર વગર યાત્રા ન કરવી એવું કહેવાયું છે. ભારતે કેનેડામાં રહેતા પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કર્યા પછીના એક જ અઠવાડિયામાં કેનેડા સરકારે આ પગલું લીધું છે. આ એડવાઈઝરીમાં એવું પણ કહેવાયું છે કે, જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાનું જોખમ છે એટલે ત્યાં કોઈ પ્રવાસ ન કરવો. ખાસ કરીને ત્રાસવાદી હુમલાનું જોખમ દેખાડીને આ એડવાઈઝરી જાહેર કરી છે.

જમ્મુ-કાશ્મીરનો મુદ્દોઃજમ્મુ કાશ્મીરમાં કોઈ પણ સમયે હુમલો થઈ શકે. જેને લઈને કેનેડાના યાત્રિકોને એલર્ટ રહેવા તેમજ ત્યાં ન જવા માટે ચોખવટ કરી છે. હકીકત એવી પણ છે કે, છેલ્લા ત્રણ મહિનામાં ભારત સરકારે જમ્મુ સહિતના બોર્ડર એરિયામાં સૈન્ય સુરક્ષા વધારી દીધી છે. દિવસ રાત ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવે છે. કેનેડા સરકારની એડવાઈઝરીમાં એવો ઉલ્લેખ છે કે, ત્યાં ઓથોરિટી કોઈ પણ સમયે કર્ફ્યૂ લાગુ કરી શકે છે. સુરક્ષાને લઈને પગલાં ભરી શકે છે. જેથી કેનેડાના નાગરિકોને જોખમ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે સંબંધો વણસી શકે છે. પરિસ્થિતિ પલટાઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details