ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Khalistan Protest: ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાનીઓનું પ્રદર્શન, ભારતીયોએ આપ્યો આવો જવાબ - CANADA INDIAN COMMUNITY TRICOLOUR OUTSIDE CONSULAT

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડામાં 8 જુલાઈના રોજ ખાલિસ્તાન સમર્થકો દ્વારા આયોજિત 'કિલ ઈન્ડિયા' રેલી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. ભારતીય સમુદાયે ખાલિસ્તાન તરફી દેખાવકારોનો સામનો કરતી વખતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીયોએ દૂતાવાસની બહાર તિરંગો લહેરાવ્યો અને 'ભારત માતા કી જય', 'વંદે માતરમ', 'ભારત ઝિંદાબાદ' અને 'ખાલિસ્તાન મુર્દાબાદ' જેવા નારા લગાવ્યા હતા.

KHALISTAN SLOGANS RA
KHALISTAN SLOGANS RA

By

Published : Jul 9, 2023, 6:53 PM IST

ટોરોન્ટોઃ કેનેડાના ટોરોન્ટોમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં પ્રદર્શન કર્યું હતું. જેના જવાબમાં ભારતીય સમુદાયના લોકોએ તિરંગો લહેરાવીને ખાલિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. આતંકવાદી હરદીપ સિંહ નિઝારની હત્યા બાદ 8મી જુલાઈએ વિદેશમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા આયોજિત 'કિલ ઈન્ડિયા' રેલી સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.

ખાલિસ્તાનીઓનો વિરોધ: સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક તરફ ખાલિસ્તાની સમર્થકો ભારતીય વાણિજ્ય દૂતાવાસની સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો એક થઈ ગયા છે અને ખાલિસ્તાનીઓનો વિરોધ રહ્યા છે. ભારતીયો 'ભારત માતા કી જય', 'વંદે માતરમ', 'ભારત ઝિંદાબાદ' અને 'ખાલિસ્તાન મુર્દાબાદ' જેવા નારા લગાવતા જોવા મળ્યા હતા અને 'ખાલિસ્તાનીઓ શીખ નથી' અને 'કેનેડા ખાલિસ્તાનીઓને સમર્થન આપવાનું બંધ કરો' કેનેડિયન આતંકવાદીઓને લખેલા પ્લેકાર્ડ સાથે જોવામાં આવ્યા હતા.

ખાલિસ્તાની રેલીઓ નિષ્ફળ:ભારતના વિરોધ બાદ ખાલિસ્તાનીઓને વિદેશમાં સમર્થન નથી મળી રહ્યું. હરદીપ નિઝારની હત્યા બાદ શીખ ફોર જસ્ટિસના ચીફ આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા 8મી જુલાઈએ યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં બોલાવવામાં આવેલી રેલીઓ સફળ રહી ન હતી. બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય દૂતાવાસની બહાર પણ ભીડ એકઠી થઈ શકી ન હતી.

ભારતીય સમુદાયે આપ્યો જવાબ: કેનેડામાં વસતા ભારતીયોએ કહ્યું કે 'અમે ખાલિસ્તાનીઓનો સામનો કરવા માટે દૂતાવાસની સામે ઉભા છીએ. અમે અહીં ખાલિસ્તાનીઓને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમે અહીં ભારત અને કેનેડાની એકતા માટે છીએ. તેઓ ખાલિસ્તાનીઓ વિરુદ્ધ છે. ભારતીય અનિલ શિરીંગીએ કહ્યું કે તેઓ ભારતીય વાણિજ્ય દૂતાવાસને સમર્થન આપવા અને ખાલિસ્તાનીઓની ધમકીઓ સામે ઊભા રહેવા માટે છે, જે ભારતીય રાજદ્વારીઓને આપવામાં આવી હતી. વાણિજ્ય દૂતાવાસની બહાર વિરોધ પ્રદર્શનમાં ઊભેલા ભારતીય સમુદાયના અન્ય સભ્ય વિદ્યા ભૂષણ ધરે કહ્યું કે કેનેડા એક શાંતિપ્રિય દેશ છે અને અમે શાંતિપૂર્ણ રહેવા ઇચ્છતા હતા અને હોવા જોઈએ.

શું હતો મામલો: ગયા મહિને કેનેડામાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યા બાદ ખાલિસ્તાન તરફી તત્વોએ શનિવારે બ્રિટન, અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય મિશનની બહાર રેલીઓનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. આ પછી કેનેડા અને યુએસમાં ભારતીય રાજદૂતો તેમજ ટોરોન્ટોમાં કોન્સ્યુલેટ જનરલ પર ધમકીભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદીઓ સાથે સંબંધિત ત્રણ મોટી ભારત વિરોધી ઘટનાઓ સામે આવી છે.

  1. ભારતીય દૂતાવાસ પાસેથી ખાલિસ્તાની સમર્થકોને પોલીસે ખદેડી દીધા, ધમકીભર્યા પોસ્ટરથી પ્રદર્શન
  2. Punjab News : ભારતીય મૂળના લોકોની ફરિયાદ બાદ સિડનીમાં ખાલિસ્તાન જનમત કાર્યક્રમ રદ કરવામાં આવ્યો

ABOUT THE AUTHOR

...view details