કેનેડા: કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. ઓન્ટારિયોમાં વિન્ડસર સ્થિત હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. વિન્ડસર પોલીસે તોડફોડની આ ઘટના મામલે બે શકમંદોને શોધી રહી છે.
દીવાલ પર તોડફોડ:5 એપ્રિલ 2023ના રોજ અધિકારીઓને નોર્થવે એવન્યુના 1700 બ્લોકમાં એક હિંદુ મંદિરમાં નફરતથી પ્રેરિત તોડફોડના અહેવાલને પગલે રવાના કરવામાં આવ્યા હતા. અધિકારીઓને બિલ્ડિંગની બહારની દિવાલ પર કાળા રંગમાં છાંટી હિન્દુ વિરોધી અને ભારત વિરોધી ગ્રેફિટી મળી આવી હતી. પોલીસ તપાસમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બે શંકાસ્પદ લોકો દેખાય છે.
આ પણ વાંચો:Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પે રચ્યો ઈતિહાસ, શરણાગતિ સ્વીકારી
બે શકમંદોને શોધી રહી છે પોલીસ:વિન્ડસર પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે વીડિયોમાં એક શંકાસ્પદ વ્યક્તિ બિલ્ડિંગની દીવાલ પર તોડફોડ કરતો દેખાય છે જ્યારે બીજો નજર રાખે છે. ઘટના સમયે એક શંકાસ્પદ વ્યક્તિએ કાળું સ્વેટર, ડાબા પગ પર સફેદ રંગનો નાનો લોગો ધરાવતું કાળું પેન્ટ અને કાળા અને સફેદ ઊંચા ટોપના રનિંગ શૂઝ પહેર્યા હતા. બીજા શંકાસ્પદ વ્યક્તિએ કાળું પેન્ટ, સ્વેટશર્ટ કાળા શૂઝ અને સફેદ મોજાં પહેર્યા હતા.
આ પણ વાંચો:Trump tears into Biden administration: 'યુએસ નરકમાં જઈ રહ્યું છે', ડોનાલ્ડ ટ્રમ્પે બિડેન વહીવટને લઈને કર્યા પ્રહાર
દીવાલો પર ભારત વિરોધી સૂત્રો: આ પહેલીવાર નથી કે કેનેડામાં હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોય અને તેની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હોય. આ પહેલા ફેબ્રુઆરીમાં કેનેડાના મિસિસોગામાં રામ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંદિરની અપવિત્રતાની નિંદા કરી અને કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી.
(ANI)