પલામૂ : 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય એક ડેડ બોડી પર ટકેલું છે. કહાની થોડી ફિલ્મ જેવી જરૂરથી લગાશે, પરંતુ ફિલ્મી નથી. કારણ કે એક ડેડ બોડીએ પલામૂ જિલ્લાના 400 વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધારામાં રાખ્યું છે. ખરેખર તો પલામૂ જિલ્લાની એક કોલેજમાં અભ્યાસ કરનારા 400 જેટલાં વિદ્યાર્થીઓને એક ડેડ બોડી એટલે કે મૃતદેહની જરૂરિયાત છે. છેલ્લાં એક વર્ષથી આ વિદ્યાર્થીઓ એક મૃતદેહની શોધ કરી રહ્યાં છે. પરંતુ તેમને ડેડ બોડી હજી સુધી મળી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. કારણ કે, આવી ડેડ બોડી સાથે તેમનું ભવિષ્ય જોડાયેલું હોય છે. એટલું જ નહીં આખે આખું સરકારી તંત્ર પણ આ ડેડ બોડીની તપાસમાં લાગેલું છે. પરંતુ તેમને પણ આ ડેડ બોડીનો કોઈ સુરાગ મળ્યો નથી. શું છે આ સમગ્ર પ્રકરણ આવો જાણીએ.
ડેડી બોડીની શોધ :વાસ્તવમાં, પલામુ જિલ્લાના 400 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ડેડ બોડીની જરૂર છે. આ તમામ મેદિનીરાઈ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મૃતદેહની શોધ કરવામાં આવી રહી છે. આ શબ દોઢ વર્ષથી વિદ્યાર્થીઓને મળતું નથી. શબને લઈને મેડિકલ કોલેજ દ્વારા પલામુના ડીસી અને એસપીને પત્ર પણ લખવામાં આવ્યો છે. શબ ન મળવાને કારણે વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કરી શકતા નથી. પલામુમાં મેડિકલ કોલેજની સ્થાપના વર્ષ 2018માં કરવામાં આવી હતી. હાલમાં મેદિનીરાઈ મેડિકલ કોલેજમાં ચાર બેચના વિદ્યાર્થીઓ એમબીબીએસમાં અભ્યાસ કરી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજ અત્યાર સુધીમાં માત્ર એક જ વખત શબ મળી શક્યું છે.