ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેબીનેટ પ્રધાન સંતોષ ગંગવાર કોરોનાથી થયા સંક્રમિત - શ્રમ અને રોજગાર મંત્રાલય

શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્યકક્ષાના કેબીનેટ પ્રધાન સંતોષ કુમાર ગંગવાર કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી હતી.

સંતોષ ગંગવાર
સંતોષ ગંગવાર

By

Published : Apr 13, 2021, 4:00 PM IST

  • કેબીનેટ પ્રધાન સંતોષ ગંગવારનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ
  • ટ્વવીટર પર કરી હતી જાહેરાત
  • સંપર્કમાં આવેલા તમામને માર્ગદર્શિકાનું પાલન કરવા કરી અપીલ

નવી દિલ્હી: શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્યકક્ષાના કેબીનેટ પ્રધાન સંતોષ ગંગવારે પોતે કોરોનાથી સંક્રમિત થયા હોવાની જાહેરાત કરી હતી. જો કે તેમને કોરોનાના લક્ષણોની અસર નથી. તેઓ એસીમ્પ્ટોમેટિક છે. તેમણે આ અંગે ટ્વીટ કરતા તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી હતી.

કોરોનાને એકસાથે હરાવીશું: ગંગવાર

ગંગવારે આ જાહેરાત કરવા ઉપરાંત દેશના લોકો એકસાથે લડત લડી કોરોના સામે જીત મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ પહેલા પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અનેક દિગ્ગ્જ નેતાઓનો રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે. અત્યાર સુધી દેશમાં 1,36,89,453 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે જ્યારે 1,71,058 લોકો મોતને ભેટ્યા છે.

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલે CBSE બોર્ડની પરીક્ષા મુલતવી રાખવા રજૂઆત કરી

ABOUT THE AUTHOR

...view details