નવી દિલ્હીઃ કેબિનેટે રક્ષાબંધન પહેલા ગરીબ મહિલાઓને ભેટ આપી છે. ગેસ સિલિન્ડરના ભાવમાં તમામ ગ્રાહકોને 200 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 200 રૂપિયાની વધારાની સબસિડી આપવામાં આવશે. એટલે કે તેમને ગેસ સિલિન્ડર પર 400 રૂપિયાનો ફાયદો મળશે.
દરેક રાજ્યમાં કિંમતો અલગ-અલગ હોય છેઃઆ પહેલા 1 ઓગસ્ટના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 99.75 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તે સમય દરમિયાન, કિંમત ઘટાડા પછી, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1,680 રૂપિયા થઈ ગઈ હતી. જોકે, 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં છેલ્લો સુધારો ગયા મહિને કરવામાં આવ્યો હતો. જો કે, અલગ-અલગ ટેક્સ સ્લેબને કારણે, દરેક રાજ્યમાં કિંમતો અલગ-અલગ હોય છે.
400 રુપિયાનો ફાયદોઃકેન્દ્રીય પ્રધાને કહ્યું કે, ઉજ્જવલા યોજના હેઠળ લોકોને ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની અલગ સબસિડી આપવામાં આવશે. એટલે કે તેમને કુલ રૂપિયા 400ની સબસિડી આપવામાં આવશે. તમામ ગ્રાહકોને 200 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ પહેલા 1 ઓગસ્ટના રોજ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.