- કેન્દ્ર સરકારનો ખેડૂત તરફી નિર્ણય
- રવિપાકના MSPમાં કર્યો વધારો
- ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય
ન્યૂઝ ડેસ્ક: એક તરફ દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેની વચ્ચે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોની તરફેણમાં મહત્વનો નિર્ણય લીધો. કેન્દ્રીય કેબિનેટ દ્વારા વર્ષ 2022 - 23ની સિઝનમાં રવિ પાકની ન્યૂનતમ સમર્થન મુલ્યમાં (MSP)માં વધારો કર્યો કર્યો છે. કેન્દ્ર સરકારે ઘઉંના એમએસપીમાં 40 રૂપિયાનો વધારો કર્યો છે. જે હવે 2015 સુધી પહોંચી ગઇ છે. જ્યારે જવારની એમએસપીમાં 35 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.