ગુજરાત

gujarat

ETV Bharat / bharat

MH News : કોબીજના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતે પાંચ એકરના પાક પર ટ્રેક્ટર ચલાવ્યું - ડુંગળીના યોગ્ય ભાવ ન મળવાને કારણે સંકટ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોબીજના યોગ્ય ભાવ ન મળતા એક ખેડૂતે પાંચ એકરના પાક પર ટ્રેક્ટર ફેરવી નાખ્યું હતું. ખેડૂતનું કહેવું છે કે પાક પાછળ લગભગ અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

MH News
MH News

By

Published : Mar 2, 2023, 9:13 PM IST

નાસિક:મહારાષ્ટ્રના ખેડૂતો મુશ્કેલીમાં છે કારણ કે તેમને તેમના પાકની યોગ્ય કિંમત નથી મળી રહી. નાસિકના ખેડૂત અંબાદાસ ખૈરેએ પાંચ એકર કોબીજના પાકમાં યોગ્ય ભાવ ન મળતાં પાક પર ટ્રેક્ટર ચલાવ્યું હતું. નાશિકના ઇગતપુરી તાલુકાના પાડલી દેશમુખના ખેડૂત અંબાદાસ ખૈરે કોબીજની લણણીનો ખર્ચ ઉઠાવી શકતા ન હતા. કારણ કે તેમને માત્ર 1 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા. જેનાથી કંટાળીને તેણે પાંચ એકર પાક પર ટ્રેક્ટર ચલાવ્યું હતું.

આ પણ વાંચો:Solapur News: પાંચસો કિલો ડુંગળી વેચી અને મળ્યા માત્ર 2 રૂપિયા, ખેડૂતે આપી આત્મવિલોપનની ચીમકી

કોબીજના પાક પર ટ્રેક્ટર ચલાવ્યું:નાશિકના ઇગતપુરી તાલુકાના પાડલી દેશમુખના ખેડૂત અંબાદાસ ખૈરેએ જણાવ્યું કે કોબીજની ખેતી માટે તેણે પ્રતિ એકર 50,000 રૂપિયા ખર્ચ્યા હતા. પાંચ એકરમાં કોબીજની ખેતી કરવા માટે તેણે 2 લાખ 50 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ કોબીજના પાકની કિંમત માત્ર 1 રૂપિયા પ્રતિ કિલો હોવાથી તેણે સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને તેના 5 એકર કોબીજના પાક પર ટ્રેક્ટર ચલાવ્યું હતું. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો ખેડૂતો હડતાળ પર ઉતરશે. સરકારે ખેડૂતોની વેદના સમજવી જોઈએ. જો સરકાર ખેડૂતોને યોગ્ય મદદ નહીં કરે તો તેઓ વિરોધ કરશે.

આ પણ વાંચો:Organic Farming In Surat : તાલીમ પરાણે લીધી પણ અમલમાં મૂકી તો હાથ લાગ્યો ખજાનો, 300 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યાં

ડુંગળીના ભાવમાં ઘટાડો:નાશિક જિલ્લાના ખેડૂતો પહેલેથી જ ડુંગળીના યોગ્ય ભાવ ન મળવાને કારણે સંકટનો સામનો કરી રહ્યા છે. મના પાકના ભાવ ન મળતા અનેક ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે. ડુંગળીના ખેડૂતો ખેતપેદાશોના અતિશય ભાવનો સામનો કરી રહ્યા છે. લીલા શાકભાજીની સાથે ડુંગળીના ભાવમાં પણ ધરખમ ઘટાડો થયો છે. ડુંગળી 2થી 3 રૂપિયા અને સરેરાશ 5 થી 6 રૂપિયા મળી રહી છે. આ ખેડૂતોને નિરાશ કરે છે કારણ કે તેઓ પરિવહન ખર્ચને છોડીને ખેતી માટે ચૂકવણી કરી શકતા નથી. ખેડૂતો લઘુત્તમ ગેરંટી ભાવની માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details