સુરતઃદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત (Man ki Baat) કાર્યક્રમનું રવિવારે સુરતમાં (Surat BJP) આયોજન કરવામાં આવ્યું હતું. આ મન કી બાત સાંભળવા માટે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R.Patil in Surat) તથા શહેરના ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન, ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ એકઠા થયા હતા. જોકે, આ કાર્યક્રમ બાદ ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેમાં વધુને વધુ સભ્યોને જોડવા માટે કાર્યકર્તાઓને અપીલ કરાઈ હતી.
આ વર્ષે 20 ટકાથી વધુ લોકો ભાજપ સાથે જોડાશે એવો મારો વિશ્વાસ છે : સી આર પાટીલ. આ પણ વાંચોઃ વડોદરામાં મધરાતે શું થયું? એકનાથ શિંદે અને ફડણવીસની મુલાકાત...
250થી વઘુ કાર્યકર્તા એકઠા થયાઃસુરતમાં યોજાયેલા મન કી બાત કાર્યક્રમને સાંભળવા માટે 250થી વધારે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. જેમાં વડાપ્રધાને દેશના સ્પોર્ટ્સ પર્સન, કૃદરતી સંપત્તિ તથા વિશ્વવિક્રમ અંગેની વાત કરી હતી. આ ઉપરાંત નદી તળાવ જેવી સંપત્તિઓને સ્વચ્છ રાખવા માટેની પણ વાત કરી હતી. જ્યારે પાટીલે જણાવ્યું હતું કે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મારા બુથ 113 વિધાનસભા મજુરામાં પ્રાથમિક સદસ્ય બનાવવાના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોના ઘરે ઘરે સંપર્ક કરીને લોકોને આમાં જોડાવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે.
આ વર્ષે 20 ટકાથી વધુ લોકો ભાજપ સાથે જોડાશે એવો મારો વિશ્વાસ છે : સી આર પાટીલ. કટોકટીનો ઉલ્લેખઃ પાટીલે કહ્યું કે, લોકશાહીનું ગળુ દબાવવાનો પ્રયાસ તારીખ 25મી જૂને 1975 કરવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારના પાર્ટીઓ દ્વારા તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કિશોરકુમાર ગાયક કલાકાર જેવાને પણ પોતાનો અવાજ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તે ઉપરાંત પણ લોકશાહીનો વિજય થયો હતો. ભારતીય લોકશાહી અત્યંત મજબૂત છે. ભારત દેશનું બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તૈયાર કર્યું છે. તે બંધારણ ખૂબ જ મજબૂત છે. કોઈ વ્યક્તિ એ બંધારણને તોડી-મરોડીને નુકસાન કરી શકે નહીં.
આ વર્ષે 20 ટકાથી વધુ લોકો ભાજપ સાથે જોડાશે એવો મારો વિશ્વાસ છે : સી આર પાટીલ. આ પણ વાંચોઃ CM ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ એક્શનમાં, શું હવે મહિલા સશક્તિકરણથી ટળી શકશે રાજકીય સંકટ ?
દરેક ઘરમાંથી એક કાર્યકર્તાઃ દરેક ઘર માંથી એક કાર્યકર્તા અભિયાનમાં જોડાવા માટે આવ્યો છે. એજ બતાવી રહ્યું છે ખૂબ જ ઉત્સાહનો માહોલ આખા રાજ્યમાં છે. અપેક્ષા કરતાં સૌથી વધુ લોકો જોડાય તેવી મારી આશા છે. દર વર્ષે જે સક્રિય સદસ્ય હોય છે. એમાં 20 ટકાનો વધારો કરવાનો પ્રયત્ન થતો હોય છે. પરંતુ આ વર્ષે 20 ટકાથી પણ વધુ લોકો જોડાશે એવો મારો વિશ્વાસ છે.