નવી દિલ્હીઃ ચાર રાજ્યોમાં યોજાયેલી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીમાં (Lok Sabha and Legislative Assembly by-elections) ભાજપના હાથ ખાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસે છત્તીસગઢ અને મહારાષ્ટ્રની વિધાનસભા બેઠકો (Maharashtra Assembly seat result) પર કબજો કરી લીધો છે. બિહારમાં વીઆઈપી ધારાસભ્યના મૃત્યુ બાદ બોચાહન વિધાનસભા સીટની ( Bochahan assembly seat Result) પેટાચૂંટણીમાં આરજેડીએ જીત મેળવી છે.
આ પણ વાંચો:પેટાચૂંટણી પરિણામો: ત્રણ લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની હાર- જીત પર એક નજર...
શત્રુઘ્ન સિન્હાએ પશ્ચિમ બંગાળની ઓસનસોલ લોકસભા સીટ પરથી જોરદાર જીત નોંધાવી છે. ટીએમસીના ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ બાલીગંજ વિધાનસભા બેઠક પરથી 19904 મતોથી જીત મેળવી હતી. છત્તીસગઢની ખૈરાગઢ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના યશોદા વર્માએ જીત મેળવી છે. કોંગ્રેસની જયશ્રી મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર બેઠક પરથી જીત મેળવી છે.
શત્રુઘ્ન સિન્હા ચૂંટણી જીત્યા: શત્રુઘ્ન સિંહા, પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી TMC ઉમેદવાર લગભગ બે લાખ મતોથી ચૂંટણી જીત્યા છે. શત્રુઘ્ન સિંહાએ (Shatrughan Sinha won election) ભાજપના અગ્નિમિત્રા પોલને 2 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. ટીએમસીના ઉમેદવાર બાબુલ સુપ્રિયોએ બાલીગંજ વિધાનસભા બેઠક પરથી 19904 મતોથી જીત મેળવી હતી. તેમણે તેમના નજીકના હરીફ, CPIM ઉમેદવાર અને નસીરુદ્દીન શાહની ભત્રીજી સાયરા શાહને હરાવ્યા.