- પેટાચૂંટણીના પરિણામો ભાજપ માટે નિરાશાજનક રહ્યા
- પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ સહિતનાઓનું સારૂ પરિણામ
- લોકસભાની ત્રણમાંથી બે બેઠકો પર ભાજપની હાર થઈ
હૈદરાબાદ : ત્રણ લોકસભા અને 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામોથી કોંગ્રેસ ચોક્કસપણે ખુશ થશે. 30 વિધાનસભામાંથી 13 NDA, 8 કોંગ્રેસ અને અન્ય ઉમેદવારોએ 8માં જીત મેળવી હતી. આ પરિણામો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી માટે સારા નહિ કહેવાય. લોકસભાની ત્રણમાંથી બે બેઠકો પર ભાજપની હાર થઈ હતી. હિમાચલમાં લોકસભા સીટ (મંડી) કે ત્રણ વિધાનસભા સીટો પર પાર્ટીને સફળતા મળી નથી.
અપક્ષ ઉમેદવારને ભાજપ કરતા વધુ મત
રાજસ્થાનની વલ્લભનગર સીટ પર બીજેપી ચોથા ક્રમે આવી છે. અહીંથી એક અપક્ષ ઉમેદવારને પણ ભાજપ કરતા વધુ મત મળ્યા છે. કર્ણાટકમાં પણ ભાજપે હંગલ વિધાનસભા બેઠક ગુમાવી છે. અહીં ભાજપે સિંદગી સીટ જીતી છે. બંગાળની ચારેય બેઠકો TMCએ જીતી લીધી છે.
દાદરામાં શિવસેનાના ઉમેદવારનો વિજય
મધ્યપ્રદેશ અને આસામમાંથી ભાજપ માટે રાહતના સમાચાર આવ્યા છે. MPની ખંડવા લોકસભા સીટ ભાજપે જીતી લીધી છે. જોકે, હિમાચલની મંડી અને દાદરા નગર હવેલી બેઠકો હારી ગઈ હતી. દાદરામાં શિવસેનાના ઉમેદવારનો વિજય થયો છે. મેઘાલયમાં NPPએ બે સીટ જીતી હતી અને UDPએ એક સીટ જીતી હતી.
લોકસભા સીટ
સીટ | જીત | હાર |
ખંડવા (મધ્ય પ્રદેશ) | ભાજપ | કોંગ્રેસ |
મંડી (હિમાચલ પ્રદેશ) | કોંગ્રેસ | ભાજપ |
દાદરા અને નગર હવેલી | શિવસેના | ભાજપ |
વિધામસભા સીટ પર પેટા ચૂંટણી
આસામ વિધાનસભા ચૂંટણી
સીટ | જીત | હાર |
ગોસાઈગાંવ | યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ | કોંગ્રેસ |
ભવાનીપુર | ભાજપ | કોંગ્રેસ |
તામુલપુર | યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ | અપક્ષ |
મારિયાની | ભાજપ | કોંગ્રેસ |
થૌરા | ભાજપ | અપક્ષ |
બિહાર વિધાનસભા ચૂંટણી
સીટ | જીત | હાર |
કુશેશ્વરસ્થાન | JDU | RJD |
તારાપુર | JDU | RJD |
હરિયાણા વિધાનસભા પેટાચૂંટણી
સીટ | જીત | હાર |
એલનાબાદ | INLD | ભાજપ |