ન્યૂઝ ડેસ્કઃ SIPનું પૂરુ નામ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. જેમાં નાની એવી રકમ (Investment Plan with minimum amount) રોકીને પણ વાર્ષિક ધોરણે એક સારૂ એવું વળતર પ્રાપ્ત કરી શકાય છે. ખાસ કરીને જ્યારે લોંગટર્મ પ્લાનિંગ હોય ત્યારે આવી રકમ વ્યક્તિનો આર્થિક બોજો હળવો કરે છે. જ્યારે આ પૈસા વળતર (Investment Plan interest rates) સાથે ઉમેરાઈને પરત મળે છે ત્યારે રકમ મોટી હોય છે. જેને ફરીથી બીજે ક્યાંક રોકી શકાય છે અથવા બીજા આર્થિક પ્લાન અનુસાર ઈન્વેસ્ટ કરી શકાય છે. યોગ્ય SIPને પસંદ કરવાથી સારૂ એવું વ્યાજ અને રકમ મળી રહે છે. પણ આ માટે કેટલાક મુદ્દાને ખાસ ધ્યાને લેવા જોઈએ.
શું છે આ સ્કિમઃ મ્યુચ્યુઅલ ફંડ્સથી રોકાણકારોને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવા માટે ઓફર કરવામાં આવતી સુવિધા છે. SIP સુવિધા રોકાણકારને પસંદ કરેલી મ્યુચ્યુઅલ ફંડ સ્કિમમાં પૂર્વ નિર્ધારિત અંતરાલોમાં ચોક્કસ રકમનું રોકાણ કરવાની મંજૂરી આપે છે. જે દૈનિક ધોરણે પણ હોઈ શકે તો માસિક ધોરણે પણ હોઈ શકે છે. એક વખત આ રોકાણમાં પૈસા ભરવાનું શરૂ કરીએ એ પહેલા એની રકમ ચોક્કસ પણ નક્કી કરવી પડે છે. એક વખત રકમ નક્કી થયા બાદ એને ભરતી વખતે બદલી શકાતી નથી. દા.ત, એક મહિને 500 ભર્યા હોય તો બીજા મહિને 200 ન ભરી શકાય. પણ બે મહિનાના એડવાન્સ ભરી શકાય છે. શેરબજારની તેજી મંદીની વચ્ચે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાનો વિશ્વાસ SIP પર યથાવત છે.