ન્યૂઝ ડેસ્ક: ગુજરાતની 8 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. જે પૈકી લીંબડી વિધાનસભા બેઠક માટે પણ આજે મતદાન છે. લીંબડી બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. ભાજપના પૂર્વ પ્રધાન રહેલા કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસે યુવા નેતા ચેતન ખાચરને મેદાનમાં ઉતાર્યા છે. બંને ઉમેદવાર જીત મેળવવા માટે પુરી તાકાત લગાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ પણ સભાઓ ગજવી હતી.
- લીંબડી બેઠકનો ટૂંકો ઈતિહાસ
લીંબડી બેઠક પર ઉમેદવારો બદલાતા રહ્યા છે. જોકે આ બેઠક ઉપર ભાજપમાંથી સૌથી વધુ વખત કિરીટસિંહ રાણા ચૂંટણી લડી ચુકયા છે. 2012માં સૌથી વધુ મતદાન 69.89 ટકા થયું હતું. જયારે સૌથી ઓછું મતદાન 1972માં 45.52 ટકા થયું હતું. આ બેઠક પર મોટાભાગની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળ્યો છે. વર્ષ 2002માં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભવાનભાઈ ભરવાડ અત્યાર સુધીમાં સૌથી વધુ 19 હજાર 743 મતની લીડથી જીત્યા હતા. તો સૌથી ઓછી સરસાઈ 1561 મતની વર્ષ 2012માં ભાજપના કિરીટસિંહ રાણાને કોંગ્રેસના સોમાભાઇ પટેલ સામે મળી હતી.
- લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારોની સંખ્યા