- મોદીને મળેલી ભેટોની કરવામાં આવશે હરાજી
- ભેગી થયેલી રકમને ગંગા સંરક્ષણ માટે વપરાશે
- 7 ઓક્ટોમ્બર સુધી ચાલશે હરાજી
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓલ્પિક ખેલાડી દ્વારા મળેલુ સંભારણું અને ભેટોની ઈ-હરાજી શનિવારથી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાને ટ્વિટર દ્વારા લોકોને આ હરાજીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન તેમને વિવિધ પ્રસંગોએ આપવામાં આવેલી ભેટોની હરાજી કરી રહ્યા છે. આમાં ઓલિમ્પિક અને પેરાલિમ્પિક વિજેતાઓ દ્વારા તેમને આપવામાં આવેલી ભેટોનો પણ સમાવેશ થાય છે. હરાજીમાંથી મળેલી રકમ ગંગા નદીના સંરક્ષણ અને કાયાકલ્પ માટે કરવામાં આવી રહેલા નમામી ગંગે મિશન માટે હશે.
મોદીને મળેલી ભેટોની હરાજી
પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, "સમય જતાં, મને ઘણી ભેટો અને સ્મૃતિચિહ્નો પ્રાપ્ત થયા છે જેની હરાજી કરવામાં આવી રહી છે. આમાં અમારા ઓલિમ્પિક ખેલાડીઓ દ્વારા આપવામાં આવેલા ખાસ સ્મૃતિચિહનોનો સમાવેશ થાય છે."
આ પણ વાંચો : કંગના રાણાવત, જાવેદ અખ્તર બદનક્ષી કેસમાં સુનાવણી માટે હાજર થાય તેવી શક્યતા